બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી : કાર ચાલક ફરાર

- Advertisement -
Share

પોલીસે કુલ રૂ. 3,82,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

બનાસકાંઠાની એલ.સી.બી. ટીમે પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે એક શંકાસ્પદ કારનો પીછો કર્યો હતો.

તે દરમિયાન કાર ચાલક વાછડાલ ગામ નજીક કાર મૂકી ફરાર થઇ ગયો હતો. ત્યારે એલ.સી.બી. પોલીસે કારની તલાસી કરતાં કારમાંથી દારૂની 786 જેટલી બોટલો મળી આવી હતી.
આ અંગે પાંથાવાડા પોલીસે ફરાર શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી. સ્ટાફ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન-જુગાર લગત નાઇટ પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન ખીંમત ગામ તરફ આવતાં ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મેવાડા તરફથી એક સફેદ કલરની સ્વીફ્ટ કાર નં. GJ-09-BA-3245 માં દારૂ ભરી ખીંમત તરફ જનાર છે.
જે બાતમીના આધારે ખીંમત-બુરાલ હાઇવે ચાર રસ્તા ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે હકીકતવાળી સ્વીફ્ટ કાર આવતાં તેનો પીછો કર્યો હતો.
ત્યારે વાછડાલ ગામની સીમમાં બાવળની ઝાડીમાં કાર મૂકી કારનો ચાલક અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયો હતો.
જોકે, પોલીસે વિદેશી દારૂ અને બિયર ટીનની બોટલ નંગ-786 કિંમત રૂ. 82,500 મુદ્દામાલ સહીત કારની કિંમત મળી કુલ રૂ. 3,82,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ફરાર થઇ ગયેલા ગાડીના ચાલક સામે પાંથાવાડા પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!