દાંતાના ધારાસભ્યના વિડીયો વાયરલમાં રસ્તા નહીં બને તો સી.એમ.ની ઓફીસ આગળ જઇને બેસી જઇશ છેલ્લે આત્મહત્યા કરી લઇશ

- Advertisement -
Share

દાંતાના ધારાસભ્ય વનવાસી વિસ્તારોના રોડ માટે આક્રમક : માર્ગ અને મકાન વિભાગના મંત્રીના પી.એ. સાથે ધારાસભ્યની વાતચીતનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો

 

દાંતાના ધારાસભ્ય વનવાસી વિસ્તારોના રોડની રજૂઆતો માટે માર્ગ અને મકાન વિભાગના મંત્રીના પી.એ. પાસે ગયા હતા.
જ્યાં આક્રમક રજૂઆતો દરમિયાન ધારાસભ્ય પદ પડતું મૂકવાની વાત કરી આક્રોશ ઠાલવ્યો હતો. આ સમગ્ર વાતચીતનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે.

 

દાંતાના ધારાસભ્ય કાન્તીભાઇ ખરાડી સોશિયલ મીડીયામાં વાયરલ થયેલા વિડીયોમાં એવું કહેતાં સંભળાઇ રહ્યા છે કે, ‘હું મારા વિસ્તારના હક્કના કામો માટે માંગ કરું છું.
કામો ન આપવા હોય તો દરખાસ્ત કેમ મંગાવો છો. મને રસ્તા ન આપો તો હું સી.એમ.ની ઓફીસ આગળ જઇને બેસી જઇશ છેલ્લે આત્મહત્યા કરીશ. આજ સુધી જે ધારાસભ્યે નથી કર્યું એવું હું કરીશ.
જોકે, આ સમગ્ર વાતચીત દરમિયાન માર્ગ અને મકાન વિભાગના મંત્રીના અંગત મદદનીશ શાંત ચિત્તે વાતો સાંભળતા અને હકારાત્મક જવાબ આપતાં નજરે પડયા હતા.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!