થરાદના ડુવામાં વાયરલ કરેલી ઓડીયો ક્લિપ મુદ્દે ઠપકો આપતાં મનદુઃખ રાખી 4 શખ્સોએ 3 વ્યક્તિઓ ઉપર જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

4 શખ્સો સામે એટ્રોસિટી મુજબની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

થરાદના ડુવામાં અગાઉ વાયરલ કરેલી ઓડીયો ક્લિપ બાબતે ઠપકો આપતાં નવરાત્રિના ગરબામાંથી પરત ફરતાં વચ્ચે રસ્તામાં મોટર સાઇકલ પર જતાં 3 વ્યક્તિઓને 4 શખ્સોએ ઉભા રાખી હુમલો ચકચાર
મચી ગઇ હતી. આ સમગ્ર ઘટનાને પગલે થરાદ પોલીસ મથકે 4 શખ્સો સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, વિક્રમભાઇ ભાવાભાઇ ડાંગી, મેઘાભાઇ જયંતિભાઇ ડાંગી અને પ્રવિણભાઇ મોહનભાઇ ડાંગી ત્રણેય વ્યક્તિઓ ગઇકાલે સોમવારની રાત્રે મોટર સાઇકલ લઇને થરાદ તાલુકાના
અછવાડા ગામમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરે ગરબા જોઇને રાત્રિના બારેક વાગ્યાના સમયે પરત જતા હતા. તે દરમિયાન અછવાડાથી ડુવા જવાના રોડ ઉપર ડુવા ગામના ચરેડાની સીમમાં રોડ
ઉપર દિનેશ લસાજી રબારી, નેબા ગણેશાજી રબારી, શામળા જીવાજી રબારી અને ચતર માલસિંહ સોઢાએ મોટર સાઇકલ ઉભુ રખાવીને ‘અગાઉ અમે ઓડીયો ક્લિપ વાયરલ કરી હતી. જેમાં તે કેમ કહ્યું હતું કે,
આવા ઓડીયો વાયરલ કરાય નહી” તેમ કહીને ઠપકો આપીને અમારા ઘરે તમે કેમ વાત કરી એમ કહ્યું હતું. જેમાં વિક્રમે કહેલું કે, તમે અમારા વિશે ખરાબ બોલો તો અમારે તમારા ઘરે કહેવું જ પડેને. તેમ કહેતાં
આ 4 શખ્સોએ તેમને અપશબ્દો બોલી જાહેરમાં તેમને જાતિ વાચક અપમાનિત શબ્દો બોલ્યા હતા. જે બોલવાની ના પાડતાં દિનેશ લસાજી રબારીએ તેની પાસેની લોખંડની પાઇપ હતી.
જે તેણે વિક્રમભાઇના માથાના ભાગે મારતાં તે નીચે પડી ગયા હતા. જેમની સાથે રહેલા પ્રવિણભાઇને પણ માથાના ભાગે પાઇપ મારવા જતાં તેણે હાથ આડો કરતાં તેના જમણા હાથના ભાગે વાગ્યું હતું અને બીજા
ત્રણેય શખ્સો તે 3 વ્યક્તિઓને ગડદા પાટુનો માર મારવા લાગતાં તેમણે બૂમાબૂમ કરતાં આજુબાજુ લોકોએ મારમાંથી તેમને છોડાવ્યા હતા.

 

જતાં જતાં શખ્સોએ ધમકી આપી કે, આજે તો બચી ગયા પણ અમારૂ ક્યારેય નામ લેશો તો તમને ગામમાં જીવતા રાખીશું નહી.
જયારે જાનથી મારી નાખવાની ધમકી આપીને 3 શખ્સો ત્યાંથી 2 મોટર સાઇકલ ઉપર નીકળી ગયા હતા. વિક્રમભાઇને માથામાં પાઇપ મારતાં લોહી નીકળતું હોવાથી મોટર સાઇકલ ઉપર બેસાડીને ધાનેરાની
ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. તેમણે પરિવારના આગેવાનોને લઇ થરાદ પોલીસ મથકે આવી 4 શખ્સો સામે એટ્રોસિટી મુજબની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!