ડીસાના જૂનાડીસા નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં 2 યુવકો ઘાયલ

- Advertisement -
Share

2 યુવકોને ઇજાઓ થતાં સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

ડીસાના જૂનાડીસા હાઇવે પર મંગળવારે મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર 2 યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતાં 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા-પાટણ હાઇવે પર અકસ્માતોની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં ડીસા-પાટણ હાઇવે પર આવેલ ડીસાના જૂનાડીસા નજીક મંગળવારે મોડી રાત્રે કાર અને બાઇક
વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂરપાટઝડપે આવી રહેલા કાર ચાલકે અડફેટે લેતાં 2 બાઇક સવાર યુવકો રોડ પર પટકાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી
જાણ કરતાં 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ બનાવ સ્થળે આવી પહોંચી હતી અને બંને ઇજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ બંને ઇજાગ્રસ્ત યુવકોને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!