પાલનપુરમાં પડતર માંગોને લઈ રાવળ યોગી સમાજ રસ્તા પર, હાઇવે ચક્કજામ કરી વિરોધ

- Advertisement -
Share

ગુજરાત રાવળ યોગી સમાજે પોતાની વિવિધ માંગણીઓને લઈને આજે પાલનપુરમાં ધરણાં યોજી રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કર્યું છે. આબુ-અમદાવાદ હાઇવે પર ચક્કાજામ કરતા પોલીસ દોડતી થઈ હતી અને લોકોને સમજાવી રસ્તો ખુલ્લો કરાવાયો હતો.

 

આઝાદીના 75 વર્ષ બાદ પણ ગુજરાતનો રાવળ યોગી સમાજ વિકાસથી વંચિત હોવાની વાતને લઇ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, સત્તામાં ભાગીદારી મળે અને અનામતની માંગણીને લઈ રાવળ યોગી સમાજ છેલ્લા કેટલાય દિવસોથી આંદોલનના માર્ગે વળ્યા છે.

સૌ પ્રથમ સમાજના લોકોએ પોતાની પડતર માંગો સાથે પાલનપુરથી ગાંધીનગર સુધી પદયાત્રા યોજી અને ગાંધીનગર પહોંચી સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા સહિતના આંદોલનો કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જોકે, ઉગ્ર વિરોધ કરવા છતાં પણ સરકાર દ્વારા તેમની માંગો પર ધ્યાન ન અપાયું. છેવટે સમાજના લોકો હવે ઠેર-ઠેર તાલુકા મથકે અને જિલ્લા મથકોએ આંદોલનના માર્ગે વળ્યા છે.

ત્યારે આજે પાલનપુરમાં આવેલા એરોમા સર્કલ ખાતે રાવળ યોગી સમાજના લોકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરાયું હતું અને આબુરોડથી અમદાવાદ જતા હાઈવે પર રસ્તા વચ્ચેજ બેસી ચક્કાજામ કરતા સ્થાનિક પોલીસ દોડતી થઈને, સમજાવટ બાદ મામલો થાળે પાડ્યો હતો અને રસ્તા ફરી ખુલ્લા કરાયા હતા. જોકે, હજુ પણ આગામી દિવસોમાં જો રાવળ યોગી સમાજની માગો સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની સમાજના લોકો એ ચીમકી ઉચ્ચારી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!