ધાનેરામાં ફૂડ ઇન્સ્પેક્ટરએ વેપારી હિંમતલાલ મોહનલાલની જય જલારામ કરિયાણામાંથી ઉત્સવ સોજીનું 500 ગ્રામ પેકેટ લીધું હતું જેમાં જીવતા અને મરેલા જીવડા મળી આવતા ધાનેરા કોર્ટમાં વેપારી સહિત ઉત્પાદક પેઢીના માલિક સામે 2015માં કેસ દાખલ થયો હતો જેમાં કોર્ટે બંને આરોપીઓને 7 વર્ષે ચાર માસની સજા અને 75,000 નો દંડ ફટકાર્યો હતો.
ધાનેરામાં સાત વર્ષ પહેલા જુલાઈ 2015માં ફુડ ઇન્સ્પેક્ટર હર્ષાબેનપટેલે જ્ય જલારામ દુકાનમાંથી ઉત્સવ સોજી 500 ગ્રામ પેકિંગ લઈ લેબોરિટીમાં તપાસમાં મોકલતા ખાવાલાયક નહિ જાહેર કરાયું હતું. જે બાદ ફૂડ સેફટી વિભાગે અનસેફ કેસ હોવાથી ધાનેરા કોર્ટમાં કાયદેસર કેસ દાખલ કર્યો હતો.
જેમાં માલ વેચાણ આપનાર જય જલારામ કરિયાણાના માલિક હિંમતલાલ મોહનલાલ ઠક્કર અને ઉત્પાદક પેકર્સ અને વિતરક પેઢીના માલિક સંજયકુમાર દેવચંદભાઈ પંચીવાલા વિરુદ્ધ ધાનેરા કોર્ટમાં કેસમાં ચાલી જતા સરકારી વકીલ એપીપી એમ.એમ. સોલંકીએ લોકોને આરોગ્ય સાથે ચેડા અંગેની રજૂઆતો અંગેની દલીલો કરી હતી.
જે બાદ પ્રિન્સિપાલ જજ જગદીશ એમ.પ્રજાપતિએ દલીલો માન્ય રાખી દુકાનદાર આરોપી હિંમતલાલને ચાર માસની સજા અને 25000 નો દંડ જ્યારે ઉત્પાદક પેઢીના માલિક પંચીવાલા સંજયકુમારને 4 માસની સજા ઉપરની 50 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 4 માસની સજા ફટકારી હતી.
લારી ગલ્લા, કેબીન કે વાર્ષિક ટર્નઓવર ઓછું હોય તેમના મિસબ્રાન્ડ કે સબ સ્ટાન્ડર્ડ કેસો ફૂડ સેફટી વિભાગ જાતે ચલાવી દંડ નક્કી કરે છે. જ્યારે મોટા એકમોના કેસો અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જિલ્લા કલેકટર કચેરી માં મોકલવામાં આવે છે. જ્યારે અનસેફનાં કેસોમાં કોર્ટ કાર્યવાહી કરી જો આરોપો પુરવાર થાય તો આરોપીને સજા કરવામાં આવે છે.
From – Banaskantha Update