ડીસામાં લોકોને ભવિષ્યમાં મળનારી એરપોર્ટ કનેક્ટિવિટી છીનવાઇ જશે તેવી દહેશત : પેસેન્જર વિમાનોની સેવા મળે તેવી માંગ કરાઇ

- Advertisement -
Share

નાણી એરફોર્સ અને ડીસા એરપોર્ટને રૂ.1,000 કરોડના ખર્ચે તેના વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત વડાપ્રધાન મોદી શુક્રવારે અંબાજીથી કરશે

 

સમગ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિસાણ રાજસ્થાનને સાંકળતા એકમાત્ર ડીસા એરપોર્ટને હવે લાખણીના નાણી એરફોર્સ સ્ટેશનની સાથે-સાથે ભારતીય વાયુદળ એટલે કે ઇન્ડીયન એરફોર્સને સોંપી ડેવલપમેન્ટ કરવાના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયથી ડીસા સહીત બનાસકાંઠાની પ્રજામાં એક પ્રકારની નારાજગી જોવા મળી રહી છે. ડીસા એરપોર્ટ એરફોર્સને સોંપાય તો અહીં પેસેન્જર વિમાનની જગ્યાએ યુદ્ધ જહાજો લેન્ડ થશે
અને પ્રજાને ભવિષ્યમાં મળનારી એરપોર્ટ કનેક્ટિવિટી છીનવાઇ જશે તેવી દહેશત વચ્ચે લોકો ડીસાને પેસેન્જર વિમાનોની સેવા મળે તેમ ઇચ્છી રહ્યા છે.

બ્રિટીશ રાજ એટલે કે 1946 માં આકાર પામેલું ડીસા એરપોર્ટ એ જે-તે વખતના પશ્ચિમ ભારતના મધ્યકેન્દ્ર બિંદુ સમાન હતું. ત્યારે આ એરપોર્ટ તૈયાર થયું હતું. ત્યારે પાકિસ્તાનનું અસ્તિત્વ જ ન હતું.

જયારે ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા 2 રાજ્યો પણ ન હતા. જેના કારણે ડીસા એરપોર્ટનું મહત્ત્વ તે દિવસોમાં પણ ખૂબ હતું.

 

પરંતુ આઝાદી પછી ભારત-પાકિસ્તાનના ભાગલા પાડતાં પાકિસ્તાનની ગુજરાત સરહદ નજીક ડીસા એરપોર્ટ આવતાં આ એરપોર્ટનું મહત્વ પહેલાં કરતાં પણ વધી જવા પામ્યું હતું.

 

અંદાજીત 31 હેક્ટર એટલે કે 120 વીઘાથી વધુ જમીન ઉપર બનેલા આ એરપોર્ટનો જે-તે સમયે મોટાભાગે પાલનપુર નવાબના મિત્ર રાજ્યો જેવા કે, બિકાનેર, અમૃતસર, કાશ્મીર, બરોડા, જયપુર,

 

મુંબઇના રાજવીઓ વાર-તહેવારે અવાર-નવાર ડીસા એરસ્ટ્રીપનો ઉપયોગ કરતાં હતા. જો કે, એરપોર્ટના નિર્માણ સમય દરમિયાન એટલે કે, 1946 માં અંબિકા એરલાઇન્સ નામની કંપનીએ આ એરપોર્ટ ઉપર

 

પોતાની પ્રથમ વિમાની સેવા શરૂ કરી હતી. જેમાં અમૃતસર, બિકાનેર, ભાવનગર અને મુંબઇની વિમાની સેવાઓ વાયા ડીસામાં થઇ હતી.

 

પરંતુ કોઇ કારણોસર ખૂબ જ ટૂંકા સમયગાળામાં આ એરલાઇન્સે પોતાની કામગીરી સ્થગિત કરી દીધી હતી. અંબિકા એરલાઇન્સથી શરૂ થયેલી સેવાનો લાભ ડીસાના ફર્સ્ટ ફેમીલી ગણાતા નગર શેઠ એવા

 

લચ્છાજી હીન્દુજી માળી અને તેમના પરિવારે લગભગ દરરોજની પોતાની 2 સીટ એમ ડીસા-મુંબઇ વાયા ભાવનગર-વડોદરા એરલાઇન્સનો લાભ લીધો હતો.

 

ત્યારબાદ આઝાદી પછી ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂએ 1964 માં પણ પાકિસ્તાન સરહદ ઉપર જવા માટે આ એરસ્ટ્રીપનો ઉપયોગ કર્યો હતો.

 

સમયાંતરે ડીસા એરપોર્ટે એરસ્ટ્રીપ ન રહેતાં રાજકીય ઉપયોગ માટે હોય તેમ વધુ ઉપયોગ શરૂ થવા પામ્યો હતો. બ્રિટીશ રાજમાં આકાર પામેલ ડીસા એરપોર્ટે સરકારી ભાષામાં એરસ્ટ્રીપ જ કહેવાય અને આ
એરસ્ટ્રીપનો મહદ ઉપયોગ તાત્કાલીક ઉભી થતી જરૂરીયાતમાં વધુ પડતો થાય તે માટે જ આ બનાવવામાં આવેલ છે. પરંતુ બનાસકાંઠાના તત્કાલીન સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્વ. બી.કે. ગઢવીએ આ
એરસ્ટ્રીપને એરપોર્ટમાં ફેરબદલ કરાવી નાની અને ટૂંકાગાળાની પ્રવાસીય ઉડ્ડયન શરૂ થાય તેવી દિશામાં સફળ થવાય તેવા પ્રયત્નો કર્યાં હતા.
પરંતુ ત્યારબાદ જીલ્લાની સ્થાનિક નેતાગીરીમાં કસ જ ન રહેતાં ડીસાનું એરપોર્ટ કહો કે એરસ્ટ્રીપ ત્યારબાદ નધણીયાતું બની જવા પામ્યું હતું.

 

આ સમયગાળામાં લાખણી તાલુકાના નાણી ગામમાં 1200 એકર જમીન એરફોર્સને ફાળવવામાં આવી હતી. જોકે, આજ સુધી તેનો કોઇ વિકાસ થયો નથી.
ત્યારે હવે નાણી એરફોર્સ અને ડીસા એરપોર્ટ બંને ભારતીય વાયુ દળને સોંપી દેવાયા હતા અને રૂ.1,000 કરોડના ખર્ચે તેના વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે અંબાજીથી કરશે.
જેથી ડીસા એરપોર્ટ પર પેસેન્જર વિમાનોની એર કનેક્ટિવિટી બંધ થઇ જશે તેવી દહેશત છે. ત્યારે અહીં પેસેન્જર વિમાન શરૂ થાય તે માટે જીલ્લાના અગ્રણીઓ માંગ કરી રહ્યા છે.
જો ડીસામાં પેસેન્જર વિમાનોની સેવા શરૂ થાય તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનની પ્રજાને લાભ મળે તેમ છે. જયારે ડીસાના બટાટા ઉદ્યોગ અને મેડીકલ ક્ષેત્રને પણ ખૂબ જ વેગ મળે તેમ છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!