થરાદ-સાંચોર હાઇવે પર આંતરોલ ગામના 2 ગાડી ચાલકે આતંક મચાવતાં દોડધામ

- Advertisement -
Share

ફીલ્મી સ્ટંટની જેમ કારને 20 ફૂટ ઉંડી અને 30 ફૂટ લાંબી ખાઇમાં કૂદાવી

થરાદ-સાંચોર હાઇવેને બાનમાં લઇને આંતરોલ ગામના 2 કાર ચાલકોએ વાહનો રોકાવી, રૂપિયા માંગીને વાહનચાલકો સાથે મારઝૂડ કરી આતંક મચાવ્યો હતો. જોકે, લોકોએ એક શખ્સને ઝડપી પોલીસને જાણ
કરતાં કાર સાથે ભાગેલા બીજા શખ્સે ભારતમાલાના રોડના બની રહેલા નવા પુલની 20 ફૂટ ઉંડી અને 30 ફૂટ લાંબી ખાઇ હવામાં કૂદાવીને પણ 50 ફૂટ કારને ફંગોળી હતી. બંનેને પીધેલા ઝડપી લઇને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, થરાદ-સાંચોર હાઇવે રોડ ઉપર જાણદી ગામના પાટીયા નજીક 2 શખ્સો કાર લઇને સર્વિસ રોડ ઉપર વાહનો રોકીને ઉભા છે અને રસ્તા ઉપર આવતાં જતાં લોકોને હેરાન-પરેશાન કરતાં હોવાની પોલીસ સ્ટેશનમાં જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

 

આથી પોલીસ કર્મચારીઓ તાત્કાલીક સ્થળ પર દોડયા હતા. પોલીસ પહોંચીને થરાદ-સાંચોર હાઇવે રોડ પર સર્વિસ રોડ ઉપર એક એસ.ટી. બસના ચાલક અને કંડકટર રણજીતસિંહ વિહાજી ગોહીલને પૂછપરછ
કરતાં તેમણે તેમની સાથે બોલાચાલી કરતાં પોલીસે નામ પૂછતાં દીપકભાઇ કાળાભાઇ પટેલ (રહે.આંતરોલ, તા.થરાદ) હોવાનું તોતડાથી જીભે જણાવ્યું હતું.

 

આથી પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે જાણદી ગામના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, ‘આ ઘટનાને પગલે ભારે ટ્રાફીકજામ સર્જાયો હતો. પોલીસે અક્સ્માત બાદ રમેશભાઇ
ઉદાભાઇ પટેલ (રહે.આંતરોલ) ને દારૂ પીને બકવાસ કરતો અને લથડીયા ખાતો ઝડપી પાડયો હતો. જેના શરીરે અક્સ્માત થવાના લીધે ઇજાઓ થઇ હતી. જોકે, આ બાબતે પૂછતાં તેણે દારૂ પીધેલ હોઇ પબ્લીકના લોકોએ ઝડપી લીધેલ હોવાનું જણાવ્યું હતું.

 

સાંજે 4 વાગ્યા આજુબાજુ 20 ફૂટ ઉંડી અને 30 ફૂટ લાંબી ખાઇ કૂદીને પુલથી 50 ફૂટ દૂર પડી હતી. જોકે, સદ્દનસીબે ડ્રાઇવરને સામાન્ય ઇજાઓ બાદ કરતાં વાગ્યું ન હતું. જયારે ગાડી પુલ પરથી નીચે પટકાઇ હતી. દુર્ઘટના એટલી ખતરનાક હતી કે, કારની બંને એરબેગો ખુલી ગઇ હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!