એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : ખેડબ્રહ્માના કરુન્ડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને ઇન્ચાર્જ તલાટી લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા

- Advertisement -
Share

સનદની માંગણી કરતાં પૂર્વ સરપંચ અને ઇન્ચાર્જ તલાટીએ સનદ લેવા માટે રૂ. 35,000 ની માંગણી કરી હતી

 

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના કરુન્ડા ગામના પૂર્વ સરપંચ અને ઇન્ચાર્જ તલાટી મકાનની સનદની માંગણીને લઇને રૂ. 35,000 ની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા હતા.
મંગળવારે સાંજે વિજયનગર ત્રણ રસ્તેથી બનાસકાંઠા એ.સી.બી. એ રંગેહાથ લાંચ લેતાં ઝડપી લઇને બંનેને ડીટેન કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ખેડબ્રહ્મા તાલુકાના કરુન્ડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ બાબુસિંઘ વણઝારા અને ઇન્ચાર્જ તલાટી મુકેશકુમાર ગઢવી રૂ. 35,000 ની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા હતા.
ફરિયાદીનો કરુંડા ગામમાં પ્લોટ આવેલો હતો. જેમાં મકાન બાંધકામ સારૂ કરવા ગ્રામ પંચાયતમાંથી તલાટી પાસેથી સનદ માટે દરખાસ્ત કરાવી સનદ લેવાની હોય છે.
જે માટે ફરિયાદીએ અવાર-નવાર સનદની માંગણી કરતાં પૂર્વ સરપંચ અને ઇન્ચાર્જ તલાટીએ સનદ લેવા માટે રૂ. 35,000 ની માંગણી કરી હતી.
જેને લઇને ફરિયાદીએ બનાસકાંઠા એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જેને લઇને છટકાનું આયોજન કરી બનાસકાંઠા પાલનપુર એ.સી.બી. પી.આઇ. એન.એ.ચૌધરી અને સ્ટાફે પંચો સાથે
મંગળવારે સાંજે વિજયનગર ત્રણ રસ્તા નજીક લોખંડવાલા કોમ્પ્લેક્ષ આગળ ઇન્ચાર્જ તલાટી મુકેશકુમાર ગઢવી રૂ. 35,000 ની લાંચ સ્વીકારી સ્થળ પર સાથે પૂર્વ સરપંચ બાબુસિંઘ વણઝારા બંને આરોપી રંગેહાથ ઝડપાયા હતા. એ.સી.બી.એ બંનેને ડીટેન કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!