એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : પાટણમાં સમીના નાયબ મામલતદાર લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

- Advertisement -
Share

દસ્તાવેજની નોંધો કાઢી આપવા માટેની કામગીરી માટે સર્કલ ઓફીસર દ્વારા અરજદાર પાસે રૂ. 1,00,000 ની લાંચની માંગણી કરી હતી : લાંચીયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો

 

પાટણ જીલ્લાના સમી તાલુકાના નાયબ મામલતદાર (ઇન્ચાર્જ સર્કલ ઓફીસર) ને રૂ. 1,00,000 ની લાંચ લેતાં પાટણ એ.સી.બી.એ છટકું ગોઠવી ઝડપી પાડયા હતા. સમી મામલતદાર કચેરીમાં એ.સી.બી.ની સફળ ટ્રેપ થતાં લાંચીયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

આ અંગેની વિગત એવી છે કે, સમી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અમરસિંહ રમણભાઇ ચૌધરી હાલમાં સર્કલ ઓફીસર તરીકે ચાર્જમાં હોય અરજદારને મિલ્કત વેચાણ
દસ્તાવેજ કરાવ્યા હતા અને તે દસ્તાવેજની નોંધો કાઢી આપવા માટેની કામગીરી માટે સર્કલ ઓફીસર દ્વારા અરજદાર પાસે રૂ. 1,00,000 ની લાંચની માંગણી કરી હતી.
અરજદાર આ લાંચની રકમ આપવા માંગતા ન હોય તેમને પાટણ એ.સી.બી. પોલીસને જાણ કરતાં એ.સી.બી. દ્વારા ઇન્ચાર્જ સર્કલ ઓફીસરને રંગેહાથે ઝડપી પાડવા માટે છટકું ગોઠવીને અરજદારને માંગેલ
લાંચની રકમ આપવા માટે મોકલ્યા હતા. તે દરમિયાન લાંચની રકમ સ્વીકારતાં રંગેહાથ ઓફીસરને ઝડપી પાડયા હતા. એ.સી.બી. દ્વારા ઓફીસરની અટકાયત કરી ઓફીસમાં લાવી વધુ તપાસ હાથ ધરાઇ છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!