અંબાજીમાં પી.એમ. નવરાત્રિમાં દર્શન માટે આવનારને લઇ તડામાર તૈયારીઓ શરુ કરાઇ

- Advertisement -
Share

1,00,000 લોકો માટે ડોમ બંધાઇ રહ્યો છે

 

નવરાત્રિમાં માં અંબાના દર્શને પી.એમ. નરેન્દ્ર મોદી અંબાજી આવશે. જ્યાંથી 1,00,000 લોકોને સંબોધન કરશે. બેસી શકે તેવા ડોમ બાંધવાની કામગીરી કરાઇ રહી છે.

આખું અંબાજી નવોઢાની જેમ શણગારવામાં આવશે. નરેન્દ્ર મોદી તા. 30 સપ્ટેમ્બર આવવાની શક્યતાને લઇ જૂદા-જૂદા ખાતમૂહુર્ત અને લોકાર્પણ માટે તૈયારીઓ હાથ ધરાઇ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રિ દરમિયાન નેશનલ ગેમ્સના ઉદ્દઘાટન માટે અમદાવાદ આવી રહ્યા છે. સંભવિત અંબાજીમાં પણ માં અંબેના દર્શનની શક્યતાને પગલે બનાસકાંઠા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઇ છે.

આગમનના પગલે મંદિર પરિસરમાં રંગ રોગાન, ગબ્બર રોડના સજાવટ અને લાઇટીંગની વ્યવસ્થા કરાઇ રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના તૈયાર થયેલા મકાનોની તૈયારીમાં તંત્ર લાગ્યું છે.
અનેક જે.સી.બી. મશીન મશીનો લગાવી જમીન લેવલીંગ કરાઇ રહ્યું છે. પી.એમ. નરેન્દ્ર મોદી તારંગાથી અંબાજી રેલ્વે લાઇન, બાયપાસ અને ચાચર ચોક વિસ્તૃતીકરણ પ્રોજેક્ટના ખાતમૂહુર્ત કરી શકે છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!