ડીસામાં મોટા ભાઇના બારમાના દિવસે નાના ભાઇનું વીજ કરંટથી મોત

- Advertisement -
Share

નાના દીકરાના લગ્ન 6 માસ પૂર્વે જ થયા હતા : પરિવારમાં મોતનું માતમ

ડીસાના ભોપાનગર વિસ્તારમાં વીજ કરંટ લાગતાં યુવકનું મોત નિપજતાં ચકચાર મચી ગઇ છે. જયારે મોટા ભાઇના બારમાના દિવસે જ નાના ભાઇનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડયું છે. નાના દીકરાના લગ્ન 6 માસ પૂર્વે જ થયા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.

આ બનાવની વિગત એવી છે કે, ડીસાના ભોપાનગર વિસ્તારમાં મશરૂભાઇ ભગાભાઇ માજીરાણા તેમના મોટા ભાઇ પીરાભાઇ માજીરાણાની બારમાનો પ્રસંગ પતાવીને સાંજે ઘરે ભજન સત્સંગ કાર્યક્રમની તૈયારી કરી રહ્યા હતા.
તે દરમિયાન અચાનક ઘરના લોખંડના દરવાજે અડતાં વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતાં જ તેઓ ત્યાં જ ઢળી પડયા હતા. આ ઘટનાને પગલે તેમના પરિવારજનો હતપ્રત બની ગયા હતા.

ત્યારે બેભાન અવસ્થામાં મશરૂભાઇને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.

જ્યાં ફરજ પરના તબીબે તેમને બચાવવાની પૂરી કોશિષ કરી હતી. પરંતુ તેઓ બચી શક્યા ન હતા અને અંતે મોતને ભેટ્યા હતા.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, મશરૂભાઇના લગ્ન 6 માસ પૂર્વે જ થયા હતા અને મોટા ભાઇના બારમાના દિવસે જ નાનાભાઇનું પણ મોત થતાં પરિવારમાં માતમ જેવી સ્થિતિ સર્જાઇ હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!