ડીસાની યુવતીને “તું કાળી છે, નથી ગમતી” કહી પતિને નોકરી લાગતા છૂટાછેડા લેવા મારઝૂડ કરી

- Advertisement -
Share

ડીસાના ગલાલપુરા આખોલ ગામની યુવતીને તેના થરાદના રાહ ગામે રહેતા સાસરીયાઓ દ્વારા દહેજની માંગણી કરી શારીરિક માનસિક રીતે ત્રાસ આપતા હોવાની ઘટના સામે આવી છે. જે મામલે ફરિયાદ નોંધાતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

ડીસા તાલુકાના આખોલના ગલાલપુરાની યુવતીના લગ્ન થરાદ તાલુકાના મેઘપુરા રાહ ગામે રહેતા દશરથજી કપૂરજી પ્રજાપતિ સાથે થયા હતા. લગ્ન સમયે તેણીના પરિવારજનોએ સામાજિક રીત રિવાજ મુજબ કરિયાવર પણ આપ્યું હતું તેમ છતાં થોડા સમય બાદ તેના સાસરિયાઓએ દહેજની માંગણી ચાલુ કરી દીધી હતી.
ત્યારબાદ લગ્નના થોડા સમય બાદ દશરથને ગુજરાત ફર્ટીલાઇઝર્સ કેમિકલ કંપનીમાં નોકરી લાગતા તેણે પત્નીને “તું કાળી છે મને ગમતી નથી મારા સ્ટેટસ અને નોકરી પ્રમાણે તને સાથે રાખતા પણ શરમ આવે છે” તેમ કહી છુટાછેડા લેવા શારીરિક માનસિક ત્રાસ આપી મારઝુડ શરૂ કરી હતી.
ત્યારબાદ યુવતી ને ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારબાદ યુવતીના પરિવારજનો દ્વારા સમાજના આગેવાનોને બોલાવી સમાધાનના પ્રયાસો કરવા બોલાવ્યા હતા. પરંતુ તેના સાસરીયા આવ્યા નહીં. બાદમાં સાસરિયાઓએ ગલાલપુરા ગામે આવી યુવતી અને તેના પરિવારજનો પર હુમલો કરી મારઝુડ કરી હતી. જે મામલે યુવતી ના પતિ દશરથજી કપૂરજી પ્રજાપતિ, સસરા કપૂરજી સવાજી પ્રજાપતિ, સાસુ બક્ષુબેન પ્રજાપતિ અને દિયર નારણજી પ્રજાપતિ સામે ગુનો નોંધી ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!