ગૌશાળાને રૂ. 500 કરોડ આપવાનું કહીને ન ચૂકવતાં જસરાના ગૌભક્તે અન્ન-જળનો ત્યાગ કરવાની ચિમકી ઉચ્ચારી

- Advertisement -
Share

તા. 19 સપ્ટેમ્બર સુધી ગૌશાળાઓને ચૂકવણીનો લેખિત પત્ર ન અપાય તો તા. 20 સપ્ટેમ્બરથી મહેશ દવે અન્ન અને જળનો ત્યાગ કરી સરકાર સામે ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન કરશે

ગુજરાત સરકારે ગૌશાળાને રૂ. 500 કરોડ આપવાનું કહીને ન ચૂકવતાં ગૌભક્તો પ્રાણ આપવાની તૈયારીમાં છે. ગૌભક્તોએ સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું કે, જો તા. 19 સપ્ટેમ્બર સુધી ગૌશાળાઓને
ચૂકવણીનો લેખિત પત્ર ન અપાય તો તા. 20 સપ્ટેમ્બરથી મહેશ દવે અન્ન અને જળનો ત્યાગ કરી સરકાર સામે ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન કરશે.

હાલમાં પણ 3-4 ગૌભકતોએ અન્નનો ત્યાગ થરાદમાં શરુ કર્યો છે. આ ઉપવાસ આંદોલન તા. 20 સપ્ટેમ્બરથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં લઇ જવામાં આવશે. મહેશ દવે 9 વર્ષથી અનાજ લેતાં નથી. જે બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાના જસરા ગામના છે.

 

મહેશ દવે 9 વર્ષથી ગૌ-વ્રત કરે છે. જેમાં ગાયના દૂધ-દહીં વગેરે સિવાય કંઇ લેતાં નથી. જયારે ગૌશાળા (પાંજરાપોળ) સાથે સંકળાઇ જીવદયા પ્રવૃત્તિ પણ કરે છે. મહેશ દવે અનેક અબોલ જીવોને કતલખાને જતાં બચાવવાનું કામ કરે છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!