સૂઇગામમાં બેટમાં ફેરવાયેલા ઘૂંટણસમા પાણીમાં યુ.જી.વી.સી.એલ. ના કર્મચારીઓ ખડેપગે રહી કામગીરી કરતાં લોકોએ બિરદાવી

- Advertisement -
Share

કર્મચારીઓએ 5 ફૂટ જેટલાં ઉંડા પાણીમાં જઇ વીજળીનું સમારકામ કર્યું

 

ચોમાસામાં વીજળીની અનેક સમસ્યાઓ ઉભી થતી હોય છે. ભારે પવન કે વરસાદના કારણે ઝાડ પડતાં અને થાંભલા પડી જતાં વીજ પુરવઠો ખોરવાતો હોય છે.

ત્યારે યુ.જી.વી.સી.એલ. ની કચેરીમાં ફોન કરતાં કેટલાંક કર્મચારીઓ ફોન પણ ઉપાડતાં નથી. ત્યારે કેટલાંક કર્મચારીઓ જનતાની સેવા માટે ખડેપગે હોય છે.

આવો જ એક વિડીયો સૂઇગામના જલોયા ગામનો વાયરલ થયો છે. જેમાં 5 ફૂટ પાણીમાં યુ.જી.વી.સી.એલ. ના કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે.

બનાસકાંઠા જીલ્લામાં આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. લાંબા વિરામ બાદ છેલ્લા 2-3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સૂઇગામમાં ધોધમાર વરસાદ વરસતાં નડાબેટ બોર્ડર સમુદ્રમાં ફેરવાઇ છે.
ત્યારે સૂઇગામના જલોયા ગામનો એક વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે. જેમાં 5 ફૂટ પાણીમાં યુ.જી.વી.સી.એલ.ના કર્મચારીઓની કામગીરી કરી રહ્યા છે.

ભારત-પાકિસ્તાન બોર્ડર જતી વીજ લાઇન ફોલ્ટ થતાં સૂઇગામના જલોયા ફીડરના કર્મચારીઓ 5 ફૂટ જેટલાં ઉંડા પાણીમાં જઇ વીજળીનું સમારકામ કર્યું હતું. જેનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થતાં લોકો વાહાવાહી કરી રહ્યા છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!