પાલનપુરના ગઢમાં 108 વાન એમ્બ્યુલન્સની ટીમે ભારે વરસાદ વચ્ચે પ્રસુતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો

- Advertisement -
Share

ડાંગીયા (મડાણા) ની મહીલાની સારવાર કરી ચંડીસરની હોસ્પિટલમાં ખસેડયા

 

પાલનપુર તાલુકાના ડાંગીયા (મડાણા) ગામમાં ભારે વરસાદ વચ્ચે પરિણીતાને પ્રસુતિની પીડા ઉપડી હતી. જ્યાં ગઢ 108 વાન એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા પ્રસુતાને 108 વાન એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો.
પાલનપુર તાલુકાના ગઢમાં 108 વાન એમ્બ્યુલન્સને રવિવારે સાંજે ભારે વરસાદ વચ્ચે ડાંગીયા (મડાણા) ગામમાંથી પ્રસુતિનો કોલ મળતાં ઇ.એમ.ટી. પુનમજી ઠાકોર અને પાઇલોટ જગદીશભાઇ પરમાર 108 વાન એમ્બ્યુલન્સ લઇ તાત્કાલીક ત્યાં પહોંચ્યા હતા.

 

ઇ.એમ.ટી. અને પાઇલોટે પ્રસુતાને 108 વાન એમ્બ્યુલન્સમાં લીધા પછી હોસ્પિટલમાં લઇ જતી વખતે રસ્તામાં માતાને વધારે દુ:ખાવો હોવાથી 108 વાન એમ્બ્યુલન્સ રોડ સાઇડમાં ઉભી રાખીને નોર્મલ ડીલીવરીથી સફળ પ્રસુતિ કરાવી માતા-બાળકનો જીવ બચાવ્યો હતો.
ત્યારબાદ માતા અને બાળકને ચંડીસર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. પરિવારમાં બાળકનો જન્મ થતાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. જેમણે 108 વાન એમ્બ્યુલન્સની કામગીરીની પ્રસંશા કરી હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!