થરાદના નાની પાવડમાં ખેતરોમાં પશુ ચારવા મુદ્દે વૃદ્ધ મહીલા ઉપર શખ્સે જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

થરાદ પોલીસે શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

 

થરાદ તાલુકાના નાની પાવડ ગામમાં ખેતરોમાં પશુ ચારવા મુદ્દે વૃદ્ધ મહીલા પર તેના ખેતર પાડોશીએ જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે.
આ અંગે વૃદ્ધ મહીલાએ થરાદ પોલીસ મથકે શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, થરાદ તાલુકાના નાની પાવડ ગામમાં વૃદ્ધ મહીલાના ખેતરમાં તેના જ પાડોશી રાસંગભાઇ ખાનાભાઇ પટેલની 3 ભેંસો ચરવા આવી તે ભેંસો ખેતરમાંથી બહાર કાઢવા માટે જતાં
વૃદ્ધાને રાયસંગભાઇએ કહ્યું કે, મારી ભેંસો છૂટી તમારા ખેતરમાં ચરશે તેમ કહેતાં તેણીએ કહ્યું કે, તમારા ખેતરમાં ચારો પણ અમારા ખેતરમાં ભેસો કેમ ચરવા મૂકો છો તેમ કહેતાં ઉશ્કેરાઇ જઇ વૃદ્ધા સાથે
ગેરવર્તન કરી ખેતરના શેઢા ઉપરથી તેના દાડમના ખેતરમાં ઢસડી ગયો હતો. તે વખતે વૃદ્ધાના ભત્રીજા સહીત પરિવારજનો આ ઘટના પર નજર પડતાં તાત્કાલીક દોડી આવી તેને સમજાવ્યું હતું અને તે વખતે
રાસંગભાઇએ અપશબ્દો બોલી આ બનાવની બીજા કોઇને વાત કરીશ તો તારા દીકરાઓને પણ મારી નાખીશ તેમ કહી ધમકી આપી હતી. જોકે, સમગ્ર ઘટના દરમિયાન વૃદ્ધાના કાનમાં પહેરેલ વેઢલો (કાનમાં
પહેરવાનો) કયાંક પડી ગયો હતો. તે પછી આ બનાવની જાણ વૃદ્ધ મહીલાએ તેના પતિ અને તેના દીકરાને કરી હતી. વૃદ્ધાએ તેના દીકરા સાથે થરાદ પોલીસ મથકે શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!