થરાદમાં ગૌશાળા-પાંજરાપોળના સંચાલકોની ગાંધીનગર તરફ કૂચ કરવા કોર કમિટીની બેઠક યોજાઇ

- Advertisement -
Share

સરકારને 7 દિવસનો આપેલ સમય પૂર્ણ થયા બાદ ગાંધીનગર તરફ કૂચ કરવા મીટીંગ

 

સરકાર દ્વારા ગુજરાતની તમામ ગૌશાળા પાંજરાપોળને રૂ. 500 કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી પરંતુ આજ દિન સુધી સરકાર દ્વારા એક પણ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને એક પણ

રૂપિયાની સહાય આપવામાં આવી નથી. જેના કારણે હાલના તમામ પશુઓની હાલત કફોડી થવા લાગી છે. અનેકવાર ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી
છતાં પણ સરકારના પેટનું પાણી પણ હલતું નથી અને જેના કારણે થોડા દિવસ અગાઉ ભાભરમાં મળેલ સંમેલન બાદ હજારોની સંખ્યામાં સંતો અને ગૌભક્તોની બેઠક યોજાઇ હતી અને જેમાં સરકારને 7 દિવસનું
સમય આપવામાં આવ્યો હતો પરંતુ સરકાર દ્વારા કોઇ જ એક્શન ન લેવાતાં સોમવારે થરાદમાં બનાસકાંઠાના ગૌશાળા અને પાંજરાપોળના પ્રતિનિધિઓની કોર કમિટીની બેઠક યોજાઇ હતી.
અને આગામી સમયમાં ગાંધીનગરમા ઉપવાસ આંદોલન માટેમી યોજના અને તાલુકે તાલુકે ચૂંટણી બહીષ્કારના બેનરો લગાડવાના નિર્ણય પણ લેવાયા છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!