થરાદમાં કોંગ્રેસ દ્વારા બજાર બંધ રાખવાના એલાનનો ફીયાસ્કો : ધારાસભ્ય સહીત કોંગ્રેસના 9 કાર્યકરોની અટકાયત કરાઇ

- Advertisement -
Share

અણઘડત જી.એસ.ટી. ના મારથી નાના-મોટા વ્યાપારો ભાંગી પડયા છે : ડ્રગ્સની લતના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઇ રહ્યા છે

 

થરાદ કોંગ્રેસ સમિતિ દ્વારા શનિવારે સવારે 8:00 થી બપોરના 12:00 કલાક સુધી ધંધા-રોજગાર બંધ રાખી જનતાના પ્રશ્નોને વાચા આપવાના કાર્યક્રમમાં જોડાવવા મેસેજ દ્વારા અપિલ કરાઇ હતી.

પરંતુ આવતીકાલે રવિવાર આવતો હોવાના કારણે વેપારીઓએ પોતાના રાબેતા મુજબ ધંધા-રોજગાર શરૂ કર્યાં હતા. આથી બંધના એલાનને સફળતા નહીં મળતાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા હનુમાન ચોકમાં ટાયર
સળગાવી અને મોંઘવારીના પૂતળા દહન વિરુદ્ધ પ્રદર્શન કરતાં પોલીસે અટકાવી ધારાસભ્ય સહીત 9 કોંગ્રેસના કાર્યકરોની અટકાયત બાદ મુક્ત કર્યાં હતા.

મોંઘવારી બેરોજગારી જેવા અન્ય મુદ્દાઓને લઇને બજાર બંધ રાખવા નગરજનો અને વેપારી ભાઇઓને જણાવ્યું હતું. દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે.

અણઘડત જી.એસ.ટી. ના મારથી નાના-મોટા વ્યાપારો ભાંગી પડયા છે. ડ્રગ્સની લતના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઇ રહ્યા છે.
તો કોંગ્રેસે મોંઘવારી, બેરોજગારી, અણઘડત જી.એસ.ટી. જાહેર પરીક્ષાઓમાં પેપર ફૂટવા વિરૂદ્ધ લડત લડીએ અને સરકારની આંખો ખોલીને જનતાના પ્રાણ પ્રશ્નોને લઇ બંધનું એલાન કર્યું હતું.પરંતુ કોઇ દુકાનદારોએ સમર્થન આપ્યું ન હતું.
શનિવારે કોંગ્રેસ પક્ષના આપેલ બંધમાં સ્વયંભૂ જોડાઇને સવારે 8:00 કલાકથી બપોરના 12:00 કલાક સુધી બંધ રાખવા દરેક વેપારી બંધુઓને નમ્ર વિનંતી છે. તેવો મેસેજ કરી અરજ કરી પરંતુ કોઇ દુકાનદારોએ સમર્થન આપ્યું ન હતું.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!