ડીસાના વડલાપુરામાં વિકાસના કામો કાગળ પર થતાં માજી સરપંચે ડીસા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી

- Advertisement -
Share

વિકાસના કામોની માહિતી દરેક નાગરીક સુધી પહોંચે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ કરાઇ

 

ડીસા તાલુકાના વડલાપુરા ગામમાં વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ થઇ છે. ગામના માજી સરપંચ દ્વારા વિકાસના કામો કાગળ પર થતાં હોવાના ગંભીર આક્ષેપો સાથે ડીસા તાલુકા વિકાસ
અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. જયારે ગામના વિકાસ કામો અંગે ગામના આગેવાનો અને ગ્રામજનોને પૂરેપૂરી જાણકારી હોવી જોઇએ તેવી વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરી હતી.

છેલ્લા કેટલાંય સમયથી ગ્રામ પંચાયત કચેરીઓમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાની બૂમરાડ ઉઠવા પામી રહી છે. ત્યારે ગુરુવારે ડીસા તાલુકાના વડલાપુરા ગ્રામ પંચાયતના માજી સરપંચે પણ ગ્રામ
પંચાયતની કચેરી દ્વારા થતાં વિકાસના કામોમાં ગેરરીતિ અને કોઇપણ જાતની લોકોને જાણકારી આપ્યા વગર વિકાસના કામો કાગળ પર થતાં હોવાને લઇને ડીસા તાલુકા વિકાસ અધિકારી બી.ડી. સોલંકીને લેખિતમાં ફરિયાદ કરી છે.

આ અંગે માજી સરપંચ માવજીભાઇ રાઠોડે જણાવ્યું હતું કે, ‘વડલાપુરા ગામમાં તેઓ સરપંચ પદે હતા ત્યારે દરેક વિકાસના કામોને લઇને ચૂંટાયેલા સભ્યો અને ગ્રામજનો સાથે મળીને કામો થતાં હતા પરંતુ

અત્યારે વડલાપુરા ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામો કરવા માટે કોઇ ગ્રામ સભા બોલાવવામાં આવતી નથી અને કોઇ જાણકારી પણ આપવામાં આવતી નથી. જેથી તેમની માંગણી છે કે, ગ્રામ પંચાયત કચેરી
દ્વારા થતાં વિકાસના કામોની માહિતી દરેક નાગરીક સુધી પહોંચે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!