ભાભરમાં ગુજરાતની 1700 જેટલી ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોનું સંમેલન : સરકાર સામે ભારે આક્રોશ

- Advertisement -
Share

રાજ્ય સરકાર દ્વારા ગૌશાળા અને પાંજરાપોળમાં રહેલા ગૌવંશ તેમજ અન્ય જીવોના નિભાવ ખર્ચ માટે રૂ.500 કરોડની સહાયની જાહેરાત કરાયા બાદ સહાય ન ફાળવતા પાંજરાપોળ ગૌશાળા સંચાલકો સહીત ગૌ પ્રેમીઓમાં ભારે રોષ ભભુક્યો છે.

આજે બનાસકાંઠાના ભાભર ખાતે સમગ્ર ગુજરાતની 1700 જેટલી ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો, સાધુ સંતો-મહંતો સહીત ગૌપ્રેમીઓએ એકત્રિત થઈ 7 દિવસમાં જો સરકાર સહાય નહિ આપે તો ઉગ્ર આંદોલનની રણનીતિ ઘડી છે.
ગૌશાળા-પાંજરાપોળના સંચાલકો અને સાધુ-સંતો, ગૌપ્રેમીઓએ સરકારને સાત દિવસનું છેલ્લું અલ્ટીમેટમ આપ્યું અન્યથા પરિણામ ભોગવવા તૈયાર રહે સરકારની ચીમકી ઉચ્ચારી.

 

આ સહાયની જાહેરાત બાદ અનેકવાર ગૌપ્રેમીઓ દ્વારા સહાય ચૂકવવા સરકારને રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા છેવટે આજે ગુજરાતની 1700 જેટલી ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો સહિત સાધુસંતો અને ગૌસેવકો ભાભરની હરિધામ ગૌશાળામાં ગૌમાતા અધિકાર સંમેલનમાં એકત્રિત થયા હતા અને આંદોલનના માર્ગે વળવા રણનીતિ તૈયાર કરી છે.

આંદોલનની રણનીતિ:
(1) તારીખ 14-09-2022 સુધી ગૌમાતા પોષણ સહાય ચૂકવવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરશે ગૌભકતો.
(2) તારીખ 15-09-2022થી સંતો મહંતોની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં અનિશ્ચિત સમય સુધી ધરણા
(3) ગૌશાળા પાંજરાપોળના સંચાલકો દ્વારા ગૌશાળા અને પાંજરાપોળોની ચાવી સરકારને સુપ્રત કરવામાં આવશે.
આજના ગૌમાતા અધિકાર સંમેલનમાં સત્તાધીશો પ્રત્યે ગૌભકતો તથા સંતોએ સખ્ત આક્રોશ વ્યક્ત કરેલ તથા જણાવેલ કે ગૌમાતા એ ભારતના કરોડો સનાતન હિંદુનું આસ્થાનું કેન્દ્ર બિંદુ છે, ગૌમાતા વોટ નથી આપતી એટલે અન્યાય!

સંમેલનમાં ચર્ચા થયેલ મુખ્ય મુદ્દા:
શું સતાધીશો ભૂલી ગયા કે ભારતમાં કરોડોની સંખ્યામાં ગૌભકતોના વોટ છે, ગૌભકતોની વાસ્તવિક શક્તિથી પરિચિત નથી સરકાર!
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગૌહત્યા કાયદો ફક્ત કાગળ પર છે, અમલના નામે શૂન્ય. શા માટે?
શું ગૌમાતાનું રક્ષણ તથા પાલન કરવું સરકારની જવાબદારી નથી?
રાજસ્થાન સરકાર દ્વારા ગૌમાતાના ઘાસચારા માટે નિરંતર ભંડોળ આપવામાં આવે છે, તો સમગ્ર ભારતના રોલ મોડલ ગુજરાતમાં કેમ નહીં?
લંપી વાયરસમાં પણ સરકારની કામગીરી ફક્ત કાગળ પર છે, ગૌશાળા, પાંજરાપોળ, ગૌભકતો તથા ધર્મપ્રેમી લોકો એજ લંપી વાયરસમાં ગૌમાતા માટે બનતા બધા જ પ્રયત્નો કર્યા છે તથા તેના પરિણામ સ્વરૂપે હજારો ગૌવંશને બચાવી શક્યા છીએ. ગૌમાતા તો ભગવાન માટે પણ વંદનીય તથા પૂજનીય છે. શું આ વાત સત્તાધીશો નથી જાણતા?
હજુ પણ સમય છે, ગૌભકતોના સંયમની કસોટી કરવાની બંધ કરો, અન્યથા પરિણામ ભોગવવા તૈયાર રહે, સમય વિત્યા પછી પસ્તાવાનો કોઈ અર્થ નથી, હજુ પણ સાત દિવસનો સમય છે, જે ખૂબજ વધુ કહેવાય…
મહત્વની વાત છે કે ગૌભક્તો દ્વારા અવરનવાર સરકારને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા રોષે ભરાયેલા ગૌ ભક્તો સહીત સંતો મહંતોનું આજે ભાભર હરિધામ ગૌશાળા ખાતે ગૌ માતા અધિકાર સંમેલન યોજાયું. જે સંમેલનમાં એક સંત સહીત એક ગૌ ભકતે જ્યાં સુધી સહાય નહીં ફાળવાય ત્યાં સુધી અન્નનો ત્યાગ કર્યો છે.
તો સાથે સાથે એકઠા થયેલા સંતો મહંતો સહીત ગૌ ભક્તોએ સામુહિક સંકલ્પ કરીને નિર્ણય કર્યો કે જો 7 દિવસમાં સરકાર દ્વારા આ સહાયનો જી આર કરી સહાય નહીં ચૂકવાય તો 7 દિવસ બાદ તમામ ગૌ ભક્તો સહીત સંતો મહંતો ચૂંટણીનો બહિષ્કાર કરી, ગાંધીનગર જઈ ગૌશાળાની ચાવીઓ સરકારને સોંપી અનસન ઉપર ઉતરશે અને તમામ ગૌ વંશોને સરકારી કચેરીઓમાં છોડી દેવા સહીતની ચીમકી ઉચ્ચારી છે.

 

ભેમાભાઈ ચૌધરી – પ્રદેશ ઉપાધ્યક્ષ, આમ આદમી પાર્ટી

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!