થરાદ કેનાલમાંથી મળેલ 3 બાળકો બાદ માતા અને પ્રેમીનો મૃતદેહ લોખંડના તારથી બાંધેલો મળી આવ્યો

- Advertisement -
Share

થરાદના સણધર સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં ગઈકાલે બાળકો સાથે મહિલાએ ઝંપલાવ્યું હોવાની ઘટના સામે આવી હતી. એની જાણ થતાં જ સ્થાનિકે નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરી હતી. ત્યારે તરત જ પાલિકા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ગઈકાલે સ્થાનિક તરવૈયાઓ અને ફાયર ટીમે બે કલાકની ભારે શોધખોળ બાદ ત્રણ બાળકના મૃતદેહ બહાર કાઢ્યા હતા. (સુમિત ઉ.વ. 3)(વિશાલ ઉ.વ. 5)(કિંજલ ઉ.વ. 3)

બાળકો સાથે માતાએ પણ ઝંપલાવ્યું હોવાની વાત લોકો દ્વારા સામે આવી હતી, જેને પગલે ફાયર ટીમે તપાસ ચાલુ રાખી હતી. આ તપાસના બીજા દિવસે એટલે કે આજે માતા સહિત તેના પ્રેમીનો મૃતદેહ લોખંડના તારથી બાંધેલી હાલતમાં મળ્યો છે.

થરાદના સણધર સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં ગઇકાલે ત્રણ બાળક સાથે મહિલાએ ઝંપલાવ્યું હોવાની જાણ કેનાલ પરના લોકોએ થરાદ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં પાલિકા ફાયર ટીમ અને થરાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે સ્થળ પરથી મળેલા મોબાઈલ પોલીસે જપ્ત કરી તરવૈયા સુલતાન મીર અને ફાયર ટીમે બે કલાકની ભારે શોધખોળ બાદ બે બાળકના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ સાંજે 6 વાગે વધુ એક બાળકનો મૃતદેહ થોડે દૂર તરતો મળ્યો હતો.

દેથળી ગામની મહિલાના પતિને જાણવા મળ્યું હતું કે વાવ તાલુકાના ધરાધરા ગામના તેની જ સમાજના દેવાજી રમેશજી ઠાકોર સાથે પ્રેમસંબંધ હતો. તેથી મહિલાના પતિએ થરાદ પોલીસ મથકે ધરાધરા ગામના તેના જ સમાજના દેવાજી રમેશજી ઠાકોર વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી.

ગઈકાલે ત્રણ બાળકના મૃતદેહ મળ્યા બાદ આજે વહેલી સવારે 2 કિમી દૂર જાદલા ગામે કેનાલમાંથી બંને પ્રેમી યુગલોના મૃતદેહ લોખંડના તારથી બાંધેલી હાલતમાં મળ્યા હતા. પાલિકાના તરવૈયાએ મૃતદેહને બહાર કાઢ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટનામાં મૃત્યુ પામનાર:

1. કિંજલ(ઉ.વ. 10)
2. વિશાલ(ઉ.વ. 5)
3. સુમિત(ઉ.વ. 3)
4. મુક્તાબેન ઈશ્વરભાઈ નાગરભાઈ ઠાકોર
5. દેવજી રમેશજી ઠાકોર

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!