ડીસામાં લીલા દુષ્કાળથી ખેડૂતોને કરોડોનું નુકશાન : અસરગ્રસ્ત વિસ્તારોને સહાય ચૂકવવા માંગ

- Advertisement -
Share

એક દિવસમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસતાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી

 

ડીસા સહીત બનાસકાંઠામાં આ વર્ષે ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઇ છે. જેમાં ડીસાના રામવાસ ગામમાં પણ વાદળ ફાટતાં ખેતરો બેટમાં ફેરવાઇ જઇ પાણીનું વહેણ ખેડૂતોના ખેતરોમાંથી નીકળ્યું હતું.
જેથી પાક પાણીમાં ગરકાવ થઇ જતાં ખેડૂતોને કરોડોનું નુકશાન સહન કરવું પડયું છે. ત્યારે હવે અસરગ્રસ્ત ખેડૂતોની માંગ છે કે, ‘સરકાર તાત્કાલીક સર્વે કરી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે.’

વરસાદની એક એક બૂંદ માટે તરસતા બનાસકાંઠા જીલ્લા ઉપર કુદરતે મેઘ મહેર તો કરી છે. પરંતુ કેટલાંક વિસ્તારોમાં આ મેઘ મહેર આકાશી આફત રૂપી બનીને વરસી હતી.
જેમાં પણ ડીસા પંથકમાં એક દિવસમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસતાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી અને અનેક ગામડાઓ જળમગ્ન બની ગયા હતા. તેમાંનું એક ગામ એટલે રામવાસ ગામ.

 

રામવાસ ગામમાં પણ ભારે વરસાદના કારણે લોકોને લાખો રૂપિયાનું નુકશાન વહેતું પડયું છે. આ ગામમાં એક જ રાતમાં ધોધમાર વરસાદ સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ બની હતી.

 

ગામના ખેતરો બેટમાં ફેરવાઇ ગયા હતા અને નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ લાવી વાવેતર કર્યું હતું.

 

સારા ભાવની આશાએ વાવેતર કરેલ પાક પાણીમાં ગરકાવ થઇ જતાં લાખો રૂપિયાનો નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. એક તરફ મોંઘવારી અને બીજી તરફ લીલા દુષ્કાળ જેવી સ્થિતિથી ખેડૂત હાલત કફોડી બની ગઇ છે.
ત્યારે નુકશાનીનો માર સહન કરી રહેલા ખેડૂતોની માંગ છે કે, ‘સરકાર તાત્કાલીક નુકશાનગ્રસ્ત વિસ્તારનો સર્વે કરી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!