બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે પ્રોહીબીશન ગુનાના એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપ્યો

- Advertisement -
Share

આરોપી ઝડપીને દાંતીવાડા પોલીસને સોંપ્યો

 

બનાસકાંઠા જીલ્લાના વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન ગુનાના એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને બુધવારે બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે આરોપીને ઝડપી પાડી દાંતીવાડા પોલીસને સોંપતાં આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, વાવ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને બુધવારે બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે ઝડપી પાડયો છે.

 

એલ.સી.બી. પોલીસના બી.આર. ગઢવી, પોલીસ ઇન્સ્પેક્ટર, આર.જી. દેસાઇ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન મુજબ, એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન બાતમીના આધારે ઢીમા ગામના ચાર રસ્તા નજીકથી વાવ પોલીસ સ્ટેશન પ્રોહીબીશન ગુનાના નાસતા-ફરતા આરોપી સુરેશ કરશનભાઇ રાજપૂત (રહે. કરબુણ, તા. થરાદ) ને ઝડપી પાડી વધુ તપાસ માટે દાંતીવાડા પોલીસને સોંપ્યો છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!