બનાસકાંઠાના 27 ગામના ખેડૂતોને ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદનનું ઓછું વળતર મળતાં ખેડૂતોએ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

પાલનપુર કોલેજ આગળ થરાદ, દિયોદર, લાખણી અને કાંકરેજના વિસ્તારનો ખેડૂતો હાથમાં બેનરો લઇ સૂત્રોચ્ચાર કર્યાં

 

બનાસકાંઠામાંથી પસાર થઇ રહેલા ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડૂતોને તેમની જમીન સંપાદનનું ઓછું વળતર મળવા સહીત અનેક સમસ્યાઓને લઇને મંગળવારે પાલનપુરમાં કાંકરેજ અને દિયોદર
તાલુકાના 27 ગામોના 1500 જેટલાં ખેડૂતોએ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રેલી નીકાળી કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી અને ચિમકી ઉચ્ચારી હતી કે, જો તેમની માંગો નહી સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરશે.

પાલનપુરના હાઇવે ઉપરની કોલેજથી 1 કિલોમીટર પગપાળા રેલી નીકાળી મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને કલેક્ટર આનંદ પટેલને આવેદનપત્ર આપી ખેડૂતોએ તેમની જમીનનું
યોગ્ય વળતર આપવાની અને ભારતમાલા પ્રોજેક્ટમાં સર્વિસ રોડ આપવાની માંગ કરી હતી. આ પ્રોજેકટનો વિરોધ કરતાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, ‘આ પ્રોજેક્ટને લઇને તેમની મહામૂલી જમીન 2

 

ટુકડાઓમાં વહેંચાઇ જતી હોવાથી તેમને મોટું નુકશાન થાય છે. ત્યારે અનેક ખેડૂતો પોતાની જમીન ગુમાવી રહ્યા છે. જયારે આ પ્રોજેક્ટના કારણે સુજલામ-સુફલામ કેનાલને નુકશાન થશે. જેથી ખેડૂતોએ
તંત્રને આવેદનપત્ર આપીને તેમની વિવિધ માંગો સ્વીકારવાની રજૂઆત કરી હતી અને ચિમકી ઉચ્ચારી હતી કે, જો તેમની માંગો નહી સ્વીકારાય તો આવનાર સમયમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!