ડીસાના માલગઢના ધર્મ પરિવર્તન કેસમાં 2 શખ્સોની અટકાયત બાદ કોર્ટે 2 દિવસના રીમાન્ડ આપ્યા

- Advertisement -
Share

ડીસાના માલગઢની યુવતીને ગવાડીના શખ્સોએ પ્રેમજાળમાં ફસાવતાં યુવતીના પિતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો

 

ડીસાના માલગઢની યુવતીને ગવાડીના શખ્સોએ પ્રેમજાળમાં ફસાવી માતા અને ભાઇને વશમાં કરી લઇ જઇ રૂ. 25,00,000 ની માંગણી કરતાં પિતાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ છે. જયારે પાલનપુર પૂર્વ પોલીસે 5 શખ્સો પૈકી 2 શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના માલગઢ ગામના એક પરિવારની દીકરીને કોલેજમાં રાજપુર ગવાડીના એઝાજ શેખે પ્રેમજાળમાં ફસાવી અવાર-નવાર ઘરે જઇ માતા અને ભાઇને પોતાના
વશમાં કરી પિતા પાસે રૂ. 25,00,000 ની માંગણી કરવા મજબૂર કરતાં પિતાએ પાલનપુરમાં ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

 

જે અંગે પાલનપુર પૂર્વ પોલીસ મથકે 5 શખ્સો સામે ગુનો નોંધાયો હતો. જ્યાં પાલનપુર પૂર્વ પોલીસે એઝાજ મુસ્તુફા શેખ અને સત્તાર અબ્દુલા સોલંકી (મુસ્લિમ) ની અટકાયત કરી સોમવારે કોર્ટમાં રજૂ કર્યાં
હતા. જ્યાં 2 દિવસના રીમાન્ડ મળ્યા હતા. અન્ય આરોપીઓને ઝડપવા પાલનપુર પૂર્વ પોલીસે કવાયત હાથ ધરી છે.

 

આ અંગે ધમાઁતરણના મામલામાં ડીસાના ધારાસભ્ય શશીકાન્તભાઇ પંડયાએ જણાવ્યું હતું કે ‘લઘુમતી યુવકો હીન્દુ નામ ધારણ કરી શાળા-કોલેજોમાં ભણતી હીન્દુ દિકરીઓને લવ જેહાદ હેઠળ ફસાવી રહ્યા છે.
જે બિલકુલ ચલાવી લેવાશે નહીં. હાલમાં માંડ ગુજરાત અને બનાસકાંઠા જીલ્લો શાંત પડયા છે. ત્યારે વિધર્મી યુવકો હીન્દુ દિકરીઓને ફસાવવાની આવી ચેષ્ટા ન કરે નહીતર તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે તેમ ધારાસભ્ય જણાવ્યું હતું.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!