બનાસ નદીમાં વધુ એક યુવક ડૂબ્યો : માલગઢ નજીક બનાસ નદીમાં ડૂબતા યુવકનું મોત

- Advertisement -
Share

ડીસા તાલુકા પોલીસ અને મામલતદાર કચેરીના સ્ટાફ સહીત વહીવટી તંત્રના લોકોએ પહોંચી યુવકની શોધખોળ કરવાની કવાયત શરૂ કરી

 

બનાસ નદીમાં દાંતીવાડા ડેમમાંથી પાણી છોડાયા બાદ 2 દિવસમાં 8 થી વધુ લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. ત્યારે શનિવારે સાંજે ડીસાના માલગઢ ગામ નજીક વધુ એક યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું હોવાના સમાચાર મળ્યા છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના માલગઢ ગામ નજીકથી વહેતી બનાસ નદીમાં કુડાવાળી ઢાંણી જવાના રોડ પર માલગઢ ગામની જોધપુરીયા ઢાંણીમાં રહેતાં દિનેશકુમાર પ્રકાશભાઇ પઢિયાર
(માળી) (ઉં.વ.આ. 30) નો યુવક ડૂબ્યો હોવાના સમાચાર મળતાં મોટી સંખ્યામાં ગ્રામજનોના ટોળેટોળા ઉમટ્યા હતા. યુવક ડૂબાયો હોવાની જાણ વહીવટી તંત્રને કરતાં ડીસા તાલુકા પોલીસ અને મામલતદાર
કચેરીના સ્ટાફ સહીત વહીવટી તંત્રના લોકોએ પહોંચી યુવકની શોધખોળ કરવાની કવાયત શરૂ કરી હતી. બનાસ નદીમાં પાણી છોડયા પહેલાં 15 દિવસથી સતત મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા
નદી કાંઠે ન જવાની ચેતવણીઓ વારંવાર આપવા છતાં અનેક લોકો નદીમાં ન્હાવા જવાની મજા લેવા પહોંચતાં તરતા આવડતું ન હોય ડૂબી જવાથી મોતનો ભેટે છે. જેથી નદીમાં ન ઉતરવા તંત્ર દ્વારા અપિલ કરાઇ છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!