ડીસામાં બનાસ પુલ નજીક બસ પાછળ કાર ઘૂસી જતાં કારને ભારે નુકશાન : સદનસીબે મોટી જાનહાની ટળી

- Advertisement -
Share

આજુબાજુના લોકો તાત્કાલીક દોડી આવ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી

 

ડીસામાં બનાસ પુલ નજીક મંગળવારે બસ પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. સદનસીબે મોટી જાનહાની ટળી હતી.
જ્યારે કાર માલિકને મોટું નુકશાન થયું હતું. આ બનાવને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ડીસાની આજુબાજુમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.

જેમાં મંગળવારે ધાનેરાથી મુસાફરો લઇને ડીસા તરફ આવી રહેલી બસ બનાસ પુલ નજીકથી પસાર થઇ રહી હતી.

તે દરમિયાન પાછળથી પૂરપાટઝડપે આવી રહેલ એક કાર ચાલક બસ પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.

 

કાર બસ પાછળ અથડાઇને બાજુમાં આવેલ ડીવાઇડર સાથે ટકરાતાં બંને બાજુથી ક્ષતિગ્રસ્ત થતાં કાર માલિકને મોટું નુકશાન થયું હતું.
અકસ્માતને પગલે આજુબાજુના લોકો તાત્કાલીક દોડી આવ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી.આ ઘટનાને પગલે ટ્રાફીક પોલીસ તાત્કાલીક આવીને અકસ્માતગ્રસ્ત ગાડીને સાઇડમાં ખસેડી ટ્રાફીક ખુલ્લો કરાવ્યો હતો.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!