અદાણી ફ્રેન્ચાઇઝીની ગલ્ફ જાયન્ટે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સંયુક્ત અરબ અમીરાત (યૂએઇ)માં રમાનારી પ્રથમ આંતરરાષ્ટ્રીય લીગ ટી-20 માટે ટીમની જાહેરાત કરી છે. પ્રથમ સીઝનમાં છ ટીમ ભાગ લેશે જેમાં અદાણી સ્પોર્ટ્સ લાઇનની ફ્રેન્ચાઇઝની ગલ્ફ જાયન્ટ પણ સામેલ છે. જાયન્ટની ટીમમાં ક્રિસ જોર્ડન, ક્રિસ લિન, ડેવિસ વિઝે, ટોમ બેન્ટન અને શિમરોન હેટમાયર જેવા ટી-20 ક્રિકેટના મોટા નામ સામેલ છે.
અદાણી ફ્રેન્ચાઇઝીએ વેસ્ટ ઇન્ડીઝના શિમરોન હેટમાયર અને ઓસ્ટ્રેલિયાના ક્રિસ લિનને સાઇન કર્યો છે. આ સિવાય ઇંગ્લેન્ડના કેટલાક ક્રિકેટરનો પણ આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ક્રિસ જોર્ડન, જેમ્સ વિન્સ, ટોમ બેન્ટન જેવા મોટા નામ છે.
ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન અને 2010માં આઇસીસી ટી-20 વર્લ્ડકપ જીતનારી ઇંગ્લેન્ડની ટીમના કોચ એન્ડી ફ્લાવરને ટૂર્નામેન્ટની પ્રથમ સીઝન માટે ટીમના મુખ્ય કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે. ફ્લાવરને કોચિંગનો લાંબો અનુભવ છે. તે તાજેતરમાં આઇપીએલ ફ્રેન્ચાઇઝી લખનઉં સુપર જાયન્ટના કોચ હતા.
ફ્લાવર આ પહેલા ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનની નેશનલ ટીમ સિવાય આઇપીએલમાં પંજાબ કિંગ્સ, અબુ ધાબી ટી10માં મરાઠા અરેબિયન્સ, પાકિસ્તાન સુપર લીગમાં મુલતાન સુલતાન, કેરેબિયન પ્રીમિયર લીગમાં સેંટ લૂસિયા કિંગ્સ અને અબુ ધાબી ટી-10માં દિલ્હી બુલ્સને કોચિંગ આપી ચુક્યા છે.
અદાણી ફ્રેન્ચાઇઝીની ગલ્ફ જાયન્ટના મુખ્ય કોચ એન્ડી ફ્લાવર હશે, જે આઇપીએલ 2022માં લખનૌ સુપર જાયન્ટના કોચ હતા.
અદાણીએ ગત વર્ષે આઇપીએલની બન્ને નવી ટીમ માટે બોલી લગાવી હતી પણ બન્નેમાંથી કોઇમાં પણ તે જીતી શકી નહતી. આ યૂએઇ લીગમાં તેને બોલી લગાવી અને તે જીતી ગઇ હતી.
ગલ્ફ જાયન્ટની ટીમ આ રીતે છે
ખેલાડીનું નામ દેશ
શિમરોન હેટમાયર વેસ્ટ ઇન્ડીઝ
ક્રિસ લિન ઓસ્ટ્રેલિયા
ક્રિસ જોર્ડન ઇંગ્લેન્ડ
જેમ્સ વિન્સી ઇંગ્લેન્ડ
ટોમ બેન્ટન ઇંગ્લેન્ડ
રિચર્ડ ગ્લિસન ઇંગ્લેન્ડ
લિયામ ડોવસન ઇંગ્લેન્ડ
ઓલી પોપ ઇંગ્લેન્ડ
જેમ્સ ઓવર્ટન ઇંગ્લેન્ડ
રેહાન અહમદ ઇંગ્લેન્ડ
વાયને મેડસન ઇંગ્લેન્ડ
ડેવિડ વિસે દક્ષિણ આફ્રિકા
કૈસ અહમદ અફઘાનિસ્તાન
ડોમિનિક ડ્રેક્સ વેસ્ટ ઇન્ડીઝ