ચંદ્રકાંત પંડિતને શું KKRમાં કામ કરવાની પુરી આઝાદી મળશે? હેડ કોચનો જવાબ

- Advertisement -
Share

ચંદ્રકાંત પંડિતની પ્રતિષ્ઠા અનુશાસન ધરાવતા કોચની છે પરંતુ આ દિગ્ગજ ઘરેલુ કોચને ખબર છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝનમાં જ્યારે આંદ્રે રસેલ, સુનીલ નારીન અને પેટ કમિન્સ જેવા સ્ટાર તેમના માર્ગદર્શનમાં રમશે તો તેમણે પોતાની કોચિંગ પ્રણાલીમાં બદલાવ કરવો પડશે. આઇપીએલની 16મી ટૂર્નામેન્ટ માટે કોલકાતા નાઇટ રાઇડર્સના મુખ્ય કોચ બનાવવામાં આવેલા 60 વર્ષના પૂર્વ ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ચંદ્રકાંત પંડિત જરૂરત પડવા પર ખુદને બદલવા માટે તૈયાર છે.

KKRના પ્રથમ ભારતીય કોચના રૂપમાં નિયુક્તી બાદ ચંદ્રકાંત પંડિતે કહ્યુ, તમારે દરેક જગ્યાએ એક જ રીતના ઉપયોગ કરવાની જરૂરત નથી. દરેક ખેલાડીની માનસિકતાને સમજવાનો પ્રયાસ કરતા સમયે થોડો લચીલુ હોવુ જોઇએ, જે ઘણુ મહત્વપૂર્ણ છે. પંડિતે કહ્યુ, હું હંમેશા આવુ કરૂ છુ (ખેલાડીઓનું અધ્યયન કરૂ છુ) અને તેના અનુસાર અમે વસ્તુને સમજીને આગળ વધી શકીએ છીએ. પંડિતે કહ્યુ કે તે કોચિંગમાં તમામ માટે એક સમાન દ્રષ્ટિકોણનો ઉપયોગ નથી કરતા. પંડિતને આ સ્વીકાર કરવામાં કોઇ અફસોસ નથી કે રસેલ અને કમિન્સ જેવા કેટલાક ટોચના ખેલાડીઓ પાસે ઘણો અનુભવ છે અને તે ક્યારેય પણ આઇપીએલ સ્તર પર પોતાની રણજી ટ્રોફીની રીતનો ઉપયોગ નહી કરે.

પંડિતે કહ્યુ, આ અનુભવી ખેલાડી છે. તે આટલા વર્ષથી ઉચ્ચતમ સ્તર પર રમી રહ્યા છે અને નિશ્ચિત રીતે દરેક સ્તર પર એક જ રીતનો ઉપયોગ નથી કરી શકાતો. તમારે તેમની રીતને સમજવી અને તેમનું અધ્યયન કરવુ પડશે અને આ સુનિશ્ચિત કરવુ પડશે કે ક્રિકેટની માંગને કોઇ પણ અન્ય વસ્તુ પર મહત્વ મળે.

ઘરેલુ સ્તર પર ચંદ્રકાંત પંડિતનો સંપર્ક કરનારા રાજ્ય સંઘોને હંમેશા ખબર છે કે જો તમે તેમની સેવા ઇચ્છો છો તો તમારે તેમણે કામ કરવાની પુરી આઝાદી આપવી પડશે પરંતુ શું આ આઇપીએલના સ્તર પર શક્ય હશે.

ચંદ્રકાંત પંડિતે કહ્યુ, મને નથી ખબર કે મારી છબી શું છે પરંતુ હું સમજુ છુ કે એક મુખ્ય કોચની નોકરીમાં વસ્તુને આ રીતે આગળ વધારવાની જરૂરત છે કે તે પરિણામ આપનારી હોય. મને નથી ખબર કે લોકો મારી રીતને કેવી રીતે જુવે છે પરંતુ મને જે તક મળી છે હું તેને પોતાની પુરી ક્ષમતા સાથે પુરી કરવાનો પ્રયાસ કરીશ. મુંબઇના પૂર્વ દિગ્ગજ અભિષેક નાયર કોલકાતા નાઇટ રાઇડર્સના થિન્કટેન્કના મુખ્ય સભ્યમાંથી એક છે અને કેપ્ટન શ્રેયસ અય્યર પણ મુંબઇના છે. સંયોગથી ચંદ્રકાંત પંડિતે પોતાની કરિયરમાં અલગ અલગ સમય પર આ બન્નેને કોચિંગ આપી છે. પંડિતે કહ્યુ, આ હંમેશા એક ફાયદો થાય છે કે તમારે ઢાંચામાં એવા ખેલાડી છે જેમની સાથે તમે સમય વિતાવ્યો છે અને નિશ્ચિત રીતે તે તાલમેલ જે અમે વર્ષોથી બનાવી રાખ્યો છે.

પંડિતે કહ્યુ, કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે ઉમેશ યાદવ છે, જે વિદર્ભમાં મારી કોચિંગમાં રમી ચુક્યો છે અને વેંકટેશ અય્યર જે મધ્ય પ્રદેશના એક મહત્વપૂર્ણ સભ્ય છે. હું આ તમામ યુવકોને વ્યક્તિગત રીતે ઓળખુ છુ.

કોચના રૂપમાં છ રણજી ટ્રોફી ખિતાબ જીતાડનારા ચંદ્રકાંત પંડિતે કહ્યુ, તમારી પાસે અભિષેક નાયક અને ઓકાર સાલ્વી (સહાયક સ્ટાફ) છે જે મારી કોચિંગ હેઠળ રમ્યા છે, તેમની હાજરીનો ફાયદો થશે.

ચંદ્રકાંત પંડિતે ખુલાસો કર્યો હતો કે તે આઇપીએલના શરૂઆતના વર્ષ દરમિયાન એક વખત કોલકાતા નાઇટ રાઇડર્સના માલિક શાહરૂખ ખાનને મળ્યો હતો પરંતુ ત્યારે વાત શક્ય બની નહતી. આ વખતે જ્યારે KKRના સીઇઓ વૈંકી મૈસૂરે મુખ્ય કોચ પદની ઓફર કરી તો બીજી વખત વિચારવાની જરૂરત પડી નહતી. પંડિતે કહ્યુ, હાં, મને રણજી ટ્રોફી ફાઇનલ બાદ પ્રસ્તાવ મળ્યો હતો. ગત વખતે આ કામ કરી શક્યુ નહતુ, આ ફ્રેન્ચાઇઝીનો ભાગ બનવુ સમ્માનની વાત છે.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!