ડીસામાં વેપારી પાસેથી બટાકા ખરીદી રૂપિયા ન આપી પાડોશીએ છેતરપિંડી આચરતાં ચકચાર

- Advertisement -
Share

ડીસા તાલુકા પોલીસ મથકે શખ્સ સામે ફરિયાદ નોંધાઇ

 

ડીસામાં એક વેપારી સાથે પાડોશીએ બટાકાની ખરીદી કર્યાં બાદ રૂપિયા ન આપી છેતરપિંડી આચરતાં ચકચાર મચી ગઇ છે.
આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે પાડોશી સામે રૂ. 1,68,000 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસાની રત્નાકર સોસાયટીમાં રહેતાં સુભાષભાઇ ઠક્કર ગાંધીચોકમાં પશુ આહારની દુકાન ધરાવે છે.

જોકે, આઠેક માસ અગાઉ તેમની સોસાયટીમાં રહેતાં પાડોશી જીતુભાઇ ઠક્કરના પરિચયમાં આવ્યા હતા અને તેમને સુભાષભાઇએ ચાલુ સિઝનમાં બટાકાના ધંધામાં રોકાણ કરવા માટે વાત કરી હતી.

 

જેથી સારો નફો મળવાની આશાએ સુભાષભાઇએ ચાલુ સિઝનમાં અલગ-અલગ ખેડૂતો પાસેથી 400 બટાકાના કટ્ટાની ખરીદી કરી વાસડામાં આવેલા ગુરૂકૃપા સ્ટોરેજમાં મૂક્યા હતા.

 

તે દરમિયાન જીતુભાઇના કહેવાથી સુભાષભાઇએ ગુરૂકૃપા કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલા પુખરાજ બટાકાના 217 કટ્ટા રાજકોટમાં ભરાવ્યા હતા.

 

જેના બાદ સુભાષભાઇએ એક માસના વાયદા બાદ આ રૂપિયાની જીતુભાઇ પાસે ઉઘરાણી કરી હતી અને સાંજે પેમેન્ટ આપું છું તેમ કહ્યા બાદ બીજા દિવસથી જીતુભાઇનો મોબાઇલ બંધ આવે છે. ઉઘરાણી માટે તેમના ઘરે જતાં ત્યાં પણ કોઇ જવાબ મળ્યો ન હતો.

 

જેથી સુભાષભાઇને વિશ્વાસમાં લઇ રૂ. 1,68,000 ની કિંમતના બટાકા બારોબાર વેચી મારી છેતરપિંડી આચરનાર પાડોશી જીતુભાઇ ઠક્કર સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!