સૈફ અલી ખાન સારા એક્ટરની સાથે-સાથે બેસ્ટ પિતા પણ છે. શરૂઆતથી જ સૈફ એના પરિવારને લઇને એકદમ પરફેક્ટ છે. સૈફ અલી ખાનને જ્યારે પણ સમય મળે ત્યારે એ પોતાના બાળક પાછળ વિતાવે છે. સૈફને સમય મળતાની સાથે જ એ સારા અલી ખાન, ઇબ્રાહિમ અલી ખાન, તૈમુર અલી ખાન અને જેહ અલી ખાન સાથે ફરવા નિકળી જાય છે. સારા અલી ખાન ઘણી વાર એના ભાઇ તૈમુર અને જેહને ખાવાનું ખવડાવતી જોવા મળે છે. આમ, તમે પણ તમારા બાળક સાથેનું બોન્ડિંગ મજબૂત કરવા માટે સૈફની આ પેરેન્ટિગ ટિપ્સને ફોલો કરી શકો છો.
એકબીજાના મદદ કરતા શીખવાડો
બાળકોને હંમેશા એકબીજાની મદદ કરતા શીખવાડો. ભાઇ-બહેનનો સંબંધ ખૂબ મજબૂત હોય છે. પરંતુ ઘણી વાર નાની-નાની વાતોમાં ભાઇ-બહેન ઝઘડી પડતા હોય છે. એવામાં માતા-પિતાએ હંમેશા પોતાના બાળકને એકબીજાની મદદ કરતા શીખવાડવું જોઇએ. આ સિવાય શેરિંગ કરતા પણ શીખવાડવું જોઇએ.
રજાઓની મજા બાળકો સાથે માણો
હંમેશા તમે તમારી રજાઓમાં બાળકોને સમય આપો. બાળકને રજાના દિવસોમાં સમય આપો ત્યારે બોન્ડિંગ વધે છે અને કંઇક નવું શીખવા પણ મળે છે. આ માટે હંમેશા રજાઓમાં બાળકને સમય આપો. રજાઓમાં બાળકને ફરવા લઇ જાવો છો તો એ ખુશ પણ થઇ જાય છે અને તમારું બોન્ડિંગ પણ વધે છે.
બાળકોને સમય આપો
હંમેશા બાળકને સમય આપતા શીખો. એમાં પણ જો તમે ખાસ કરીને વર્કિંગ વુમન્સ છો તો ઘરે આવીને બાળકને એકલું પાડશો નહિં અને એને સમય આપો. બાળકને સમય આપવાથી તમારી સાથેનું બોન્ડિંગ વધે છે અને સાથે એ એક્ટિવ પણ થાય છે.
બાળકને અઘરું કામ કરતા શીખવાડો
દરેક વખતે બાળકને સહેલું કામ કરાવશો નહિં. ક્યારેક-ક્યારેક બાળકને અઘરું કામ કરતા પણ શીખવાડો. અઘરું કામ કરવાથી બાળક વધારે એક્ટિવ બને છે અને સાથે-સાથે એ હોંશિયાર પણ થાય છે.