શહેરના બુક લવર્સ માટે લોક ધ બોક્સ શરૂ થઈ છે. જ્યાં વિવિધ ઝોનરની અવનવી પુસ્તકોનો યુનિક સેલ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં બુક લવર્સને ગમતી દરેક પુસ્તકની કિંમત ચૂકવવાની જરૂર નથી. બુક ચોર દ્વારા સીમા હોલ ખાતે યોજવામાં આવેલ આ બુક સેલમાં બુકલવર્સ માટે 3 જુદી-જુદી સાઈઝના બોક્સ રાખવામાં આવ્યા છે. આ ત્રણેય બોક્સની કિંમત પણ જુદી જુદી છે, જે બોક્સમાં સમાય તેટલી પુસ્તક વ્યક્તિ પોતાની સાથે લઈ જઈ શકે છે. લોક ધ બોક્સ સેલમાં નેશનલ અને ઈન્ટરનેશનલ જાણીતા રાઈટર્સની નવલકથાઓ, ફિક્શન, નોન-ફિક્શન વાર્તાઓ, લિટરેચર, ક્રાઈમ, રોમાન્સ, ચાઈલ્ડ લિટરેચર, એડવેન્ચર, સાયન્સ સહિતની ઘણી પુસ્તકોનો સમાવેશ કરાયો છે.
– 10 લાખથી વધુ પુસ્તકોનું કલેક્શન જોવા મળે છે.
– 80 હજારથી વધુ પુસ્તકો ગ્રાહકો માટે મુકવામાં આવી છે.
– દરેક ઉંમરની વ્યક્તિ માટેના પુસ્તકો અવેલેબલ છે.
– એક દિવસમાં અંદાજે 800થી 1000 બોક્સિસ વેચાય છે.
– એક બોક્સમાં અંદાજે 18 જેટલી બુક સમાય છે.
ધોની ‘ધ હિડન હિન્દુ’ પુસ્તક પરથી ફિલ્મ બનાવશે
બેસ્ટ સેલર પુસ્તક ધ હિડન હિન્દુને પણ આ ઈવેન્ટમાં પ્રસ્તુત કરવામાં આવી છે. પુસ્તક એક એવા વ્યક્તિની વાત કરે છે જે વ્યક્તિ પોતાને સતયુગથી આવેલો જણાવે છે અને તેની ઉંમર ક્યારેય વધતી જ નથી. તેના કહેવા મુજબ તે રામાયણ અને મહાભારત કાળથી જીવિત છે અને 7 ચિરંજીવી ઉપરાંત તે 8મો ચિરંજીવી છે. અક્ષત ગુપ્તા આ પુસ્તકના રાઈટર છે જેમની પુસ્તક પરથી મહેન્દ્રસિંહ ધોનીના પ્રોડક્શન હાઉસ દ્વારા ફિલ્મનું નિર્માણ થવા જઈ રહ્યું છે.
6થી 11 વર્ષ સુધીના બાળકો માટેની પુસ્તકો વધારે વેચાય છે
લોક ધ બોક્સની પહેલી અમદાવાદની ઈવેન્ટ 2018માં યોજાઈ હતી. ત્યારબાદ 2019 અને 2022માં હવે યોજાઈ છે. અમદાવાદ સહિત બેંગ્લોર, હૈદરાબાદ, કોલકાતા, પુણે અને ઈન્દોરમાં આ યુનિક સેલને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અમદાવાદના આ વર્ષની ઈવેન્ટમાં 6થી 11 વર્ષની ઉંમરના બાળકો માટેની પુસ્તકો સૌથી વધારે વેચાઈ છે. કેમ કે પેરેન્ટ્સ ઈચ્છે છે કે બાળકો મોબાઈલ ફોનની દુનિયામાંથી બહાર આવીને પુસ્તકો વાંચવા તરફ પ્રેરાય. – વિદ્યુત શર્મા, ફાઉન્ડર-બુકચોર