પ્રધાનમંત્રી કિસાન યોજનામાં E-KYC માટે મોદી સરકારે લીધો મોટો નિર્ણય

- Advertisement -
Share

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહેલા દેશના કરોડો ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. કેન્દ્રમાં રહેલી મોદી સરકારે ખેડૂતોને e-KYC કરાવવા ફરજીયાત કર્યું હતું જો કે હજુ સુધી જે ખેડૂતોએ e-KYC કરાવ્યું નથી તેઓ માટે સરકાર દ્વારા ડેડલાઈન આગળ વધારવામાં આવી છે. આથી હવે દેશભરમાં ખેડૂતે 31 ઓગસ્ટ 2022 સુધીમાં પોતાના e-KYC અપડેટ કરાવી દેવાના રહેશે. આ અગાઉ આ તારીખ 31 જુલાઈ 2022 સુધી જ હતી જે હવે વધારી દેવામાં આવી છે.

પ્રધાનમંત્રી કિસાન યોજના માટે e-KYC ફરજીયાત 

પ્રધાનમંત્રી કિસાન યોજના દ્વારા ખેડૂતોને તેમના ખાતામાં સીધી રકમ જમા થઇ જાય છે અને તે મેળવવા માટે દરેક ખેડૂતે e-KYC ફરજીયાત કરવામાં આવ્યું છે. જો કે કેટલાક ખેડૂતોએ હજુ પણ e-KYC કરાવ્યું ન હોવાને કારણે તેમને આ યોજનાનો લાભ મેળવવાથી વંચિત રહી જાય છે. તે માટે કેન્દ્ર સરકારે તે માટેની ડેડલાઈન વધારી દીધી છે અને આ સમયમર્યાદા વધારવાની જાણકારી આપી છે. સરકારના પોર્ટલ પર જણાવવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન લાભાર્થીઓ માટે e-KYC માટેની અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2022 સુધી લાંબાવવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીમાં પીએમ કિસાન યોજનાના 11 હપ્તા ટ્રાન્ફર કરવામાં આવ્યા છે અને છેલ્લો હપ્તો 31 મેં ના રોજ મોકલવામાં આવ્યો હતો. આગામી 12મોં હપ્તો ઓગસ્ટના છેલ્લા અથવા સપ્ટેબર મહિનામાં મોકલવામાં આવી શકે છે. આ યોજનામાં ખેડૂતોને સરકાર દર વર્ષે 6 હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ રકમ દર ચાર મહિને બે હજાર રૂપિયા કરીને આપવામાં આવે છે.

કેવી રીતે કરશો e-KYC?

– સૌથી પહેલાં આ યોજનાની સરકારી વેબસાઇટ pmkisan.gov.in ક્લિક કરો.

– અહીંયા તમારે e-KYC ટેબ પર ક્લિક કરવાનું રહેશે

– e-KYC પર ક્લિક કરતા જ નવું પેજ ઓપન થશે, જ્યાં તમારે આધાર નંબરને એન્ટર કરવાનો રહેશે અને સર્ચ ટેબ પર ક્લિક કરવાનું રહેશે.

– ત્યાર બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે જેને સબમિટ OTP પર ક્લિક કરવાનું રહેશે.

– આધાર રજિસ્ટર્ડ મોબાઇલ OTP નંબર એન્ટર કરવાનું રહેશે.

– આ સંપૂર્ણ પ્રક્રિયા કારસો એટલે તમારું e-KYC થઈ જશે.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!