નબળી ગુણવત્તાનું કુકર વેંચવા પર આ કંપનીને ફટકારાયો 1 લાખનો દંડ

- Advertisement -
Share

નબળી ગુણવત્તાના પ્રેશર કુકર વેચવા બદલ ફ્લિપકાર્ટને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) એ બુધવારે જણાવ્યું હતું કે ફ્લિપકાર્ટને તેના પ્લેટફોર્મ દ્વારા ગુણવત્તાના ધોરણોને અનુરૂપ ન હોય તેવા કૂકરને વેચવાની મંજૂરી આપવા અને ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ કરવામાં આવ્યો છે.
CCPA ચીફ કમિશનર નિધિ ખરેએ જણાવ્યું હતું કે દંડ લાદવાની સાથે, ઈ-કોમર્સ કંપનીને તેના પ્લેટફોર્મ પર વેચાયેલા તમામ 598 કુકર ખરીદનારા ગ્રાહકોને જાણ કરવા, ખામીયુક્ત કૂકર્સને પાછા બોલાવવા અને ગ્રાહકોને પૈસા પાછા આપવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. ફ્લિપકાર્ટને 45 દિવસમાં અનુપાલન રિપોર્ટ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે.

ઈ-કોમર્સ કંપનીએ 1,84,263 રૂપિયાની કમાણી કરી

CCPAએ કહ્યું કે, ઈ-કોમર્સ કંપનીએ તેની ‘ઉપયોગની શરતો’માં પ્રોડક્ટના દરેક ઈન્વોઈસ પર ‘ફ્લિપકાર્ટ દ્વારા સંચાલિત’નો ઉલ્લેખ કર્યો છે. તેમજ વેચાણકર્તાઓને વિવિધ લાભોના વિતરણ માટે ‘ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ’ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આ પ્લેટફોર્મ પર કૂકરના વેચાણમાં ફ્લિપકાર્ટ દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાને સમજાવે છે. ઓથોરિટીએ જણાવ્યું હતું કે, કંપનીએ તેના પ્લેટફોર્મ પર આવા કૂકરના વેચાણથી રૂ. 1,84,263ની ફી કમાણી કરી છે. ખરેએ જણાવ્યું હતું કે ફ્લિપકાર્ટને આવા પ્રેશર કૂકરના વેચાણથી વ્યવસાયિક રીતે ફાયદો થયો છે, પરંતુ તે ગ્રાહકોને વેચાણથી ઉદ્ભવતી ભૂમિકા અને જવાબદારીમાંથી પોતાને મુક્ત કરી શકતી નથી.

જિલ્લા કલેક્ટરને તપાસના અપાયા આદેશ

CCPA એ જિલ્લા કલેક્ટરને અન્યાયી વેપાર પ્રથાઓ અને આવા ઉત્પાદનોના ઉત્પાદન અથવા વેચાણ સંબંધિત ગ્રાહક અધિકારોના ઉલ્લંઘનની તપાસ સાથે કાર્યવાહીનો અહેવાલ સબમિટ કરવા જણાવ્યું છે. ભારતીય માનક બ્યુરો (BIS)એ 1,435 બિન-માનક પ્રેશર કુકર અને 1,088 હેલ્મેટ જપ્ત કર્યા છે.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!