ટેલિકોમ કંપનીઓને 5G સેવા શરૂ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા કરાઈ અપીલ, ફાળવણી પત્ર કરાયો જાહેર

- Advertisement -
Share

ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે કહ્યું કે, ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સે તેમની 5G સેવાઓની શરૂઆત ઝડપી કરવી જોઈએ. કેન્દ્રીય મંત્રીએ ટેલિકોમ સર્વિસ કંપનીઓને સ્પેક્ટ્રમ ફાળવણી પત્રો જાહેર કર્યા બાદ આ વાત કહી. જણાવી દઈએ કે, આ વખતે ટેલિકોમ વિભાગે ટેલિકોમ કંપનીઓને તે જ દિવસે સ્પેક્ટ્રમ ફાળવણી પત્રો જારી કર્યા છે જે સફળ બિડરોએ એડવાન્સ પેમેન્ટ કર્યું છે.

વૈષ્ણવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે, સ્પેક્ટ્રમ એલોટમેન્ટ લેટર જારી કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ ટેલિકોમ સેવા પ્રદાતાઓને વિનંતી કરી છે કે તેઓ 5G સેવાઓ શરૂ કરવાની તૈયારીઓ ઝડપી કરે. ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ ભારતી એરટેલ, રિલાયન્સ જિયો, અદાણી ડેટા નેટવર્ક્સ અને વોડાફોન આઈડિયાએ તાજેતરમાં યોજાયેલી 5G સ્પેક્ટ્રમની હરાજીમાં હસ્તગત કરવામાં આવેલા સ્પેક્ટ્રમ માટે ટેલિકોમ્યુનિકેશન મંત્રાલય (DoT)ને લગભગ 17,876 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

એરટેલે રૂ. 8,313.4 કરોડ ચૂકવ્યા છે, જે ચાર વાર્ષિક હપ્તાના સમકક્ષ છે, જ્યારે અન્ય ટેલિકોમ કંપનીઓએ 20 વાર્ષિક હપ્તાઓમાં ચૂકવણી કરવાનું પસંદ કર્યું છે. અગાઉ, એરટેલના સ્થાપક અને ચેરમેન સુનીલ ભારતી મિત્તલે ગુરુવારે જણાવ્યું હતું કે આ પ્રથમ વખત છે જ્યારે DoT એ એડવાન્સ પેમેન્ટના જ દિવસે સ્પેક્ટ્રમ ફાળવણી પત્ર જારી કર્યો છે. મિત્તલે કહ્યું છે કે, DoT સાથેના મારા 30 વર્ષના અનુભવમાં આ પ્રથમ વખત બન્યું છે. ધંધો આવો હોવો જોઈએ.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!