પાલનપુરમાં આરોગ્ય અને ખુલ્લેઆમ ખીલવાડ સાથે ફાર્માસીસ્ટના ભાડાના લાયસન્સથી 70 ટકા દવાની દુકાનો ધમધમી રહી છે

- Advertisement -
Share

તંત્રએ પણ મેડીકલ ભાડેથી ચાલતી હોવાનું કબૂલી 60 લાયસન્સ રદ કર્યાંનો દાવ કર્યો

 

બનાસકાંઠા જીલ્લામાં આવેલી દવાની દુકાનોમાં માસિક રૂ. 3,000 થી 4,000 માં ફાર્માસીસ્ટનું લાયસન્સ ભાડે આપી ડીગ્રી વગરના અસામાજીક તત્વો પ્રજાના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ખીલવાડ કરી રહ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, થરાદ, વાવ, ધાનેરા, દિયોદર, ભાભર, લાખણી, કાંકરેજ અને સૂઇગામ તાલુકા મથક અને અંતરીયાળ ગ્રામિણ વિસ્તારમાં કુલ
2,450 દવાની દુકાનો આવેલી છે. જ્યાં ટીમો દ્વારા તપાસ કરવામાં આવી તો ચોંકાવનારૂ તથ્ય સામે આવ્યું હતું.

 

મહીલાઓના નામે લાયસન્સ હતા. જોકે, ત્યાં પુરૂષો જ દવા વેચતા હતા. જેમ કે, પાલનપુરમાં કેતાબેન મહેન્દ્રકુમાર મેવાડા (જી. 626801), આશાબેન કાન્તીભાઇ ભાંડવા (જી. 49099) અને જાન્વી હરેશભાઇ

 

ચૌધરી (જી. 74277) ના નામે બજારમાં મેડીકલો ધમધમી રહી છે. આ ઉપરાંત 30 ટકા દવાની દુકાનો એવી જોવા મળી કે, જ્યાં પશુઓ અને માણસોની દવા ભેગી વેચાય છે.
દુકાન ઉપર દવા વેચતાં શખ્સોએ બ્હાના એવા કાઢ્યા કે, ફાર્માસીસ્ટ કામ માટે બહાર ગયા છે. જમવાનું બનાવવા ગયા છે.

 

થરાદમાં દિવ્યાંગ લક્ષ્મણભાઇ પટેલ (જી.49852), હીમાલય વિક્રમભાઇ પટેલ (જી. 58348), ભૂમિકાબેન અંબાલાલ પટેલ (જી. 31415), કાન્તીભાઇ રામાભાઇ પારેગી (જી. 73724), જગદીશ ખેંગારભાઇ પટેલ

 

(જી. 30708), ભરત શૈલેષભાઇ ચૌહાણ (જી. 77616), રવિકુમાર પ્રવિણભાઇ વ્યાસ (જી. 66743), રાજેશભાઇ કાશીરામ ત્રિવેદી (જી. 55211), ભરતભાઇ અમૃતભાઇ સોઢા (જી. 60190) અને પ્રકાશકુમાર
વિનોદભાઇ ઠક્કર (જી. 27558) દુકાને હાજર મળ્યા ન હતા. વાવમાં 80 ટકા દવાની દુકાનોમાં ફાર્માસીસ્ટ ન હતા. મેડીકલના માલિક કે ત્યાં રાખેલા શખ્સો મેડીકલ ચલાવી રહ્યા છે.

 

આ અંગે બનાસકાંઠા ફાર્માસીસ્ટ એસોસીએશન પ્રમુખ મનોજભાઇ પંડયાએ જણાવ્યું હતું કે, ‘ફાર્માસીસ્ટ રૂ. 3,000 થી રૂ. 4,000 લઇ દુકાનદારને લાયસન્સ ભાડે આપી દે છે.

 

60 ફાર્માસીસ્ટના નામ અને રજીસ્ટ્રેશન નંબરના લીસ્ટ સાથે મુખ્યમંત્રી કાર્યાલય, બનાસકાંઠા આસીસ્ટન્ટ ડ્રગ્સ વિભાગ અને ગુજરાત ફાર્માસીસ્ટ કાઉન્સિલમાં રજૂઆત પણ કરેલી છે.
કેટલાંક ફાર્માસીસ્ટ લાયસન્સ ધારકો રાજ્ય સરકારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં આર.બી.એસ.કે. અને એન.યુ.એચ.એમ. તેમજ 11 માસની કરાર આધારીત જગ્યાઓ ઉપર ફરજ બજાવી સરકાર સાથે પણ છેતરપિંડી આચરી રહ્યા છે.’

 

આ અંગે ફાર્માસીસ્ટ એસોસીએશન ગુજરાતના પ્રમુખ રજનીકાન્ત ભારતીયએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં કુલ 38,000 દવાની દુકાનો છે. જેમાં 29,000 જેટલી રીટેલ છે. 70 ટકા દુકાનો ભાડાના ફાર્માસીસ્ટના લાયસન્સથી ચાલે છે.
બનાસકાંઠામાં ડ્રગ્સ ઇન્સ્પેકટરોની દયાથી કેટલાંક લોકો માત્ર હોલસેલનું લાયસન્સ લઇ છૂટક દવા વેચી રહ્યા છે. હોલસેલમાં ફાર્માસીસ્ટની અનિવાર્યતા ન હોવાનો નિયમ બદલી સરકારે આ છટક બારી બંધ કરવી જોઇએ.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!