દાંતા-હડાદ માર્ગ પર ભેખડ ખસતાં વાહનચાલકોમાં અકસ્માતનો ભય

- Advertisement -
Share

ઉપરવાસમાં ભારે વરસાદને લઇ ભેખડ ખસવાનો બનાવ સામે આવ્યો

ઉપરવાસમાં ભારે વરસાદને લઇ અનેક જગ્યાએ નુકશાનીની ઘટના સામે આવી રહી છે. જયારે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.
ત્યારે શનિવારે દાંતા-હડાદ માર્ગ પર કનબીયાવાસ નજીક પહાડ પરથી ભેખડ ઘસી રોડ પર આવતાં વાહનચાલકોમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા સહીત ઉપરવાસમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
જયારે બનાસ નદીમાં નવા નીર પણ આવ્યા છે. જયારે ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ નુકશાન થયું હોય તેવી ઘટના પણ સામે આવી રહી છે.
ત્યારે શનિવારે દાંતા-હડાદ માર્ગ પર આવેલ કનબીયાવાસ નજીક પહાડ પરથી ભારે વરસાદના કારણે ભેખડ ઘસી પડી હતી. પહાડ પરથી ભેખડ ઘસી રોડ પર આવતાં વાહનચાલકોમાં ભય ફેલાયો હતો.
વળાંકમાં જ ભેખડ ઘસી આવતાં પસાર થતાં વાહનચાલકોમાં અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે. આ અંગે લોકો માંગ કરી રહ્યા છે કે, ‘તાત્કાલીક ધોરણે આ માર્ગની સાઇડમાં સંરક્ષણ દીવાલ બનાવવામાં
આવે તો અવાર-નવાર ભેખડ ખસવાના બનાવો અટકી શકે અને અકસ્માતના બનાવો પણ અટકી શકે તેમ છે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!