બનાસકાંઠામાં આરોગ્ય કર્મીઓની માંગો ન સ્વીકારતાં કોરોના વોરિયરના સર્ટિફિકેટ જમા કર્યા

- Advertisement -
Share

જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓની પડતર માંગો ન સ્વીકારતા શુક્રવારે જિલ્લાના આરોગ્ય કર્મીઓ કોરોના સમયમાં મળેલ સર્ટિફિકેટ સરકારને પરત જમા કરાવ્યા હતા. તેમજ સરકારી વોટ્સએપ ગ્રુપ છોડી દેવાની જાહેરાત કરી હતી.

 

બનાસકાંઠામાં તલાટીઓ તેમજ આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માંગોને લઈ ઘણા સમયથી હડતાલ પર ઉતરી ગયા છે. જેને લઇ આરોગ્ય તેમજ ગ્રામ પંચાયતના અરજદારો રઝળી રહ્યા છે. તેમ છતાં માંગો ન સ્વીકારતા જિલ્લાના આરોગ્ય કર્મીઓ શુક્રવારે પાલનપુર જિલ્લા પંચાયત ખાતે ભેગા મળી રાજ્ય મહાસંઘના આદેશ અનુસાર બનાસકાંઠાના મહાસંઘના પ્રમુખ તરુણસિંહ જણાવ્યું હતું કે,
અવારનવાર અમારી પડતર માંગોને લઈ સરકારમાં આવેદનપત્ર પાઠવ્યા છે તેમ છતાં અમારી પડતર માંગો પૂરી થતી નથી જેને લઇ રાજ્યના આદેશ અનુસાર આજે જિલ્લાના 1,000થી વધુ કર્મચારીઓ કોરોના સમય મળેલ કોરોના વોરિયર્સ સર્ટિફિકેટ જમા કરાવી દીધા છે. જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો જિલ્લામાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!