ઇસવાણીથી અમીરગઢ વચ્ચેની કલેડી નદીમાં પાણીનો વધારો થતાં દૂધ ભરેલું ટેન્કર ફસાયું

- Advertisement -
Share

સ્થાનિક લોકોએ 3 થી 4 કલાકની ભારે જહેમત બાદ જે.સી.બી. મશીનની મદદથી ટેન્કરને નદીમાંથી બહાર કાઢ્યું

 

અમીરગઢ ઇસવાણી નજીકથી પસાર થતી કલેડી નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવકમાં વધારો થયો છે.

ત્યારે ઇસવાણીથી દૂધનું ટેન્કર ભરીને અમીરગઢ તરફ જતાં કલેડી નદીમાં ટેન્કર ફસાઇ ગયું હતું. જેથી સ્થાનિક લોકોએ જે.સી.બી. મશીનની મદદથી ભારે જહેમત બાદ ટેન્કરને બહાર કાઢ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર થઇ રહી છે. હવામાન વિભાગની આગાહીને પગલે જીલ્લાના કેટલાંક વિસ્તારોમાં ધીમી ધારે તો કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે.

જયારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસકાંઠાની નદીઓમાં પાણીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે શનિવારે વહેલી સવારે ઇસવાણી અમીરગઢ નજીકથી પસાર થતી કલેડી નદીમાં રાત્રિ
દરમિયાન પાણીમાં વધારો થયો હતો. જેથી વહેલી સવારે ઇસવાણી ગામમાં દૂધનું ટેન્કર દૂધ ભરવા પહોંચ્યું હતું. જોકે, દૂધ ભરીને પરત અમીરગઢ તરફ જતાં કલેડી નદીમાં દૂધનું ટેન્કર ફસાઇ ગયું હતું.

 

આ બનાવના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ટેન્કરને બહાર નીકાળવાના પ્રયત્નો હાથ ધર્યાં હતા. કલાકોની મહેનત બાદ પણ ટેન્કર નદી બહાર ન નીકળતાં આખરે જે.સી.બી. મશીનની મદદથી 4
કલાકની ભારે જહેમત બાદ કલેડી નદીમાંથી દૂધના ટેન્કરને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. ઇસવાણી અને સોનવાડી ગામના લોકોની વર્ષોથી પુલ બનાવવાની માંગ છે. પુલ બનાવવા માટે અનેક વખત રજૂઆત કરાઇ છે. કારણ કે, પુલ હોય તો આ પ્રકારની સમસ્યામાંથી મુક્તિ મળે તેમ છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!