ડીસાના કાંટ-કોટડા માર્ગ પર વરસાદી પાણી ભરાઇ રહેતાં 300 થી વધુ વિદ્યાર્થીઓ શાળાએ જવા મજબૂર બન્યા : ગ્રામજનોને હાલાકી

- Advertisement -
Share

સ્થાનિક ધારાસભ્ય અને સાંસદને રજૂઆત કરી છતાં કોઇ નિકાલ નહી : વાહનચાલકો, ખેડૂતો, પશુપાલકો અને વિદ્યાર્થીઓએ મહામુસીબતે રસ્તો પસાર કરવાનો વારો

 

ડીસા તાલુકાના કાંટ-કોટડા માર્ગ પર વરસાદી પાણી ભરાઇ રહેતાં ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સામાન્ય વરસાદમાં પણ 1 ફૂટ જેટલું પાણી ભરાઇ જતાં 300 થી પણ વધુ વિદ્યાર્થીઓ અને
ગ્રામજનોએ પાણીમાં ચાલીને જવું પડે છે. જેથી ગ્રામજનો 2 હાથ જોડી સરકાર પાસે પાકો માર્ગ બનાવવા માટેની માંગ કરી રહ્યા છે.
ડીસા તાલુકાના કાંટ-કોટડા માર્ગ પર વરસાદી પાણી ભરાઇ રહેતાં ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દર વર્ષે ચોમાસામાં આ માર્ગ પર વરસાદી પાણી ભરાઇ જાય છે.
અને સપ્તાહ સુધી પાણી ન સૂકાતાં આ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો અને વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે. ગતરોજ પડેલા ભારે વરસાદને પગલે કાંટ-કોટડા માર્ગ પર 1 ફૂટ જેટલું પાણી ભરાઇ ગયું છે.
જેથી 300 થી પણ વધુ વિદ્યાર્થીઓએ 1 ફૂટ પાણીમાં થઇને પસાર થવું પડે છે. ત્યારે કેટલાંક વાલીઓએ જીવના જોખમે પણ વિદ્યાર્થીઓને શાળાએ મૂકવા જવું પડે છે.
આ અંગે ગ્રામજનોએ સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સહીત સરકારમાં રજૂઆત કરી હતી. તેમ છતાં પણ હજુ સુધી પાકો માર્ગ બનાવવામાં આવ્યો નથી.
જેના કારણે દર વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિનું નિર્માણ થાય છે અને ગ્રામજનોએ મહીનાઓ સુધી મુશ્કેલી વેઠવી પડે છે.

 

આ અંગે હરચંદજી માળી અને તલાજી ઠાકોરે જણાવ્યું હતું કે, ‘સામાન્ય વરસાદમાં પણ આ માર્ગ પર પાણી ભરાઇ જાય છે અને વાહનચાલકો, ખેડૂતો, પશુપાલકો અને વિદ્યાર્થીઓએ મહામુસીબતે રસ્તો પસાર કરવાનો વારો આવ્યો છે.
જો વધારે પાણી ભરાઇ જાય તો તેમને 20 કિલોમીટર ફરીને જવું પડે છે. આ માટે તેમણે સરકારમાં રજૂઆત કરી છે તેમ છતાં હજુ સુધી માર્ગ બનાવ્યો નથી. ત્યારે ગ્રામજનોની માંગણીને ધ્યાને લઇ સરકાર જલ્દી આ માર્ગ બનાવે તેવી ગ્રામજનોની વિનંતી છે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!