માનવ કે હેવાન..? : થરાદમાં શખ્સે ગૌમાતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું, શરમજનક ઘટનાથી ચકચાર

- Advertisement -
Share

અન્ય એક કંપનીમાં કામ કરતો યુવક જોઇ જતાં સમગ્ર ઘટના બહાર આવતાં કેમ્પના લોકોએ મેથીપાક ચખાડયો

 

થરાદમાં ચાલતા ભારતમાલા પ્રોજેકટ હેઠળ સિક્સ લાઇન રસ્તાની કામગીરી કરતી રવિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ્પમાં ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં લઘુમતી સમાજના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

માનવી જાણે જીવન જીવવાની રીત ભૂલ્યો હોય તેમ અનેક એવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે માનવ અવતાર માટે શરમજનક બની જાય છે.

માનવીને શરમાવે તેવા કૃત્યો કરી સમગ્ર માનવ જાત માટે કલંક બનતા આવા શખ્સને કડકમાં કડક સજા થાય તેવી પણ લોક માંગ ઉઠી છે.

આ ચકચારી બનાવની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના મુલુપુર ગામની સીમમાં આવેલ ભારતમાલા પ્રોજેકટ સિક્સ રોડનું કામ કરતી રવિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીનો કેમ્પ આવેલ છે.

જેમાં કંપનીમાં વેલ્ડીંગનું કામ કરતાં એક લઘુમતી સમાજના શખ્સે તા. 6 ઓગષ્ટની રાત્રિના સમયે હવસની ભૂખ લાગતાં કેમ્પ પરિસરમાં એક ગૌમાતા બેઠી હતી.
જે ગૌમાતાને આ શખ્સે કેમ્પ કમ્પાઉન્ડમાં અલગ જગ્યાએ લઇ જઇ ગૌમાતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી રહ્યો હતો. આથી અન્ય એક કંપનીમાં કામ કરતો યુવક જોઇ જતાં સમગ્ર ઘટના બહાર આવતાં કેમ્પના લોકોએ મેથીપાક ચખાડયો હતો.

થરાદ પંથકમાં બનેલી શરમજનક ઘટનાની જાણ થરાદ જીવદયાપ્રેમીઓ અને ગૌરક્ષકોને થતાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને શખ્સને પોલીસ મથકે લાવી ગૌપ્રેમીએ સબુદીન બુધાખાન પઠાણ (રહે.
બ્યાવર, અજમેર, રાજસ્થાન) વાળા સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શખ્સને જેલના હવાલે કર્યો છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!