બનાસકાંઠામાં છોકરા ઉપાડતી ગેંગના ફોટા અને લખાણના ભડકાઉ મેસેજને સાચા ન માનવા : જીલ્લા પોલીસ વડાએ અફવા ગણાવી

- Advertisement -
Share

આવા કોઇ બનાવો પોલીસના ધ્યાને આવ્યા નથી : લોકો ભડકાઉ મેસેજ સાચા ન માને : જીલ્લા પોલીસ વડા

 

બનાસકાંઠા જીલ્લામાં સોશિયલ મીડીયામાં છોકરા ઉપાડી ગેંગના ફોટા અને લખાણ વાયરલ થતાં લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

છેલ્લા એક સપ્તાહથી સોશિયલ મીડીયામાં વાયરલ થતાં ફોટા મેસેજ દ્વારા અનેક પ્રકારની લોકોમાં ચર્ચાઓ વહેતી થઇ છે. જેને લઇ જીલ્લા પોલીસ વડાએ સ્પષ્ટતા કરી છે કે, આવા કોઇ ભડકાઉ મેસેજ સાચા ન માનવા.

પાલનપુર અને વડગામ સહીતના પંથકમાં સોશિયલ મીડીયામાં મેસેજ વાયરલ થતાં બાળકો અને મહીલાઓમાં ભય જોવા મળી રહ્યો છે.
જોકે, જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, ‘આજ દિન સુધી પોલીસના ધ્યાનમાં આવો કોઇ બનાવ આવ્યો નથી. આવા મેસેજ પર ધ્યાન ન આપવું અને જો કોઇ શંકાસ્પદ લાગે તો અમારા કંટ્રોલ રૂમ 100 નંબર પર કોલ કરે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!