ડીસામાં એલ.સી.બી. પોલીસ અને દક્ષિણ પોલીસે શ્રાવણીયો જુગાર રમતાં 15 શખ્સોને ઝડપ્યા : 1 શખ્સ ફરાર

- Advertisement -
Share

એલ.સી.બી. પોલીસે જુગારના સાહીત્ય સહીત કુલ રૂ. 37,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો : ડીસા દક્ષિણ પોલીસે કુલ રૂ. 52,300 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી

ડીસામાં પોલીસે 2 અલગ-અલગ જગ્યાએ રેડ કરી 15 શખ્સોને ઝડપી પાડયા છે. રસાણા ગામમાં એક ખેતરમાંથી મોડી રાત્રે એલ.સી.બી. ની ટીમે 7 શખ્સો અને જુગારના સાહીત્ય સહીત કુલ રૂ. 37,600 નો
મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ડીસા શહેર દક્ષિણ પોલીસે પણ માર્કેટયાર્ડમાં રેડ કરી એક પેઢીમાંથી 8 શખ્સોને ઝડપી પાડયા હતા.

આ અંગેની વિગત એવી છે કે, અત્યારે જીલ્લાભરમાં એલ.સી.બી. અને સ્થાનિક પોલીસની ટીમો શ્રાવણીયા જુગારીયાઓ પર તવાઇ બોલાવી રહી છે.

 

રોજે રોજ અલગ-અલગ વિસ્તારમાંથી જુગાર રમતાં શખ્સોને ઝડપી પાડી જેલમાં ધકેલી રહી છે. જે અંતર્ગત ડીસા તાલુકાના રસાણા ગામ નજીક આવેલ એક ખેતરમાં જુગાર રમતાં હોવાની બાતમી મળતાં

 

જ એલ.સી.બી. ની ટીમે દરોડા પાડયા હતા અને વિષ્ણુજી ઠાકોરના ખેતરમાં તપાસ કરતાં 7 શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા.

 

જ્યારે એક શખ્સ પોલીસને જોઇ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે 7 શખ્સો પાસેથી જુગારના સાહીત્ય, 4 મોબાઇલ રૂ. 11,500 અને રોકડા રૂ. 26,100 સહીત રૂ. 37,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અને તમામ શખ્સોને ડીસા તાલુકા પોલીસને સોંપ્યા છે. જ્યારે ડીસા શહેર દક્ષિણ પોલીસે પણ મોડી રાત્રે માર્કેટયાર્ડમાં આવેલી 284 નંબરની પેઢીમાં બંધ મકાનમાં દરોડા પાડયા હતા અને 8 શખ્સો સહીત કુલ રૂ. 52,300 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ડીસાના રસાણા ગામમાં એક ખેતરમાંથી જુગાર રમતાં ઝડપાયેલા 9 શખ્સોના નામ

– રાયભણજી અમથાજી સોલંકી (રહે. મોટાવાસ,સામઢી,તા. પાલનપુર)
– વિજયસિંહ બદસિંહ સોલંકી (રહે. મોટાવાસ,સામઢી,તા. પાલનપુર)
– સૂરજસિંહ ગેનસિંહ સોલંકી (રહે. મોટાવાસ,સામઢી,તા. પાલનપુર)
– રઘુસિંહ કુંવરસિંહ સોલંકી (રહે. મોટાવાસ,સામઢી,તા. પાલનપુર)
– માનસુંગજી કપુરજી ઠાકોર (રહે. પંચાયત ઓફીસની સામે, ભોયણ, તા. ડીસા)
– શ્રવણજી ધારજી ઠાકોર (રહે. ભોયણ, તા. ડીસા)
– પ્રવિણજી કાનજીજી ઠાકોર (રહે. નવા, તા. ડીસા)
– વિષ્ણુજી બાબુજી ઠાકોર (રહે. રસાણા મોટા, તા. ડીસા)
– કંચનસિંહ મફુસિંહ સોલંકી (રહે. મોટાવાસ,સામઢી,તા. પાલનપુર)

ડીસા માર્કેટયાર્ડમાં જુગાર રમતાં ઝડપાયેલા 8 શખ્સોના નામ

– અદેસિંગ ઉર્ફે અજીત રાજુજી પરમાર (રહે. આખોલ નાની, તા. ડીસા)
– કીરણભાઇ નટવરભાઇ બારોટ (રહે. શ્રીપાલ સોસાયટી, જલારામ મંદિર પાસે, ડીસા)
– તુલસીભાઇ જયરામભાઇ જોષી (રહે. પેઢી નં. 284, ડીસા અનાજ માર્કેટ, ડીસા)
– શંભુદાન અચળાજી ગઢવી (રહે. લોરવાડા, તા. ડીસા)
– ઓધારસિંગ ઉર્ફે ભરત સૂરજસિંગ ઠાકોર (રહે. મહાદેવીયા, તા. ડીસા)
– પીન્ટુભાઇ રાયચંદજી માળી (રહે. પેઢી નં. 284, ડીસા અનાજ માર્કેટ, ડીસા)
– દશરથભાઇ હીમતાજી માળી (રહે. પેઢી નં. 284, ડીસા અનાજ માર્કેટ, ડીસા)
– સંજયકુમાર ઉર્ફે ચંદુભાઇ નારણભાઇ જોષી (રહે. શિહોરી, તા. કાંકરેજ)

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!