ડીસાના ચંદાજી ગોળીયામાં ભારે વરસાદના કારણે દૂધનું ટેન્કર નેળીયામાં ફસાયું

- Advertisement -
Share

ભારે વરસાદના પગલે જમીન બેસી જતાં દૂધનું ટેન્કર ફસાયું

 

સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં સોમવારે ભારે વરસાદનું આગમન થયું હતું. આ ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
ત્યારે અનેક જગ્યાએ રોડ-રસ્તા ભારે વરસાદના કારણે બેસી જવા પામ્યા હતા. ત્યારે ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામમાં એક નેળીયામાં દૂધનું ટેન્કર ફસાઇ ગયું હતું.
જયારે ભારે વરસાદના પગલે નેળીયાની જમીન બેસી જવાના કારણે દૂધનું ટેન્કર ફસાઇ જવા પામ્યો હતો. સ્થાનિક લોકોની મદદથી 2 કલાકની ભારે જહેમત બાદ દૂધના ટેન્કરને બહાર કાઢ્યું હતું.
સ્થાનિક લોકો દ્વારા અનેકવાર નવો રોડ બનાવવાની માંગ કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી રોડ ન બનતાં વારંવાર વાહનચાલકો હેરાન-પરેશાન થઇ રહ્યા છે.

 

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!