ડીસામાં હીન્દુ યુવા સંગઠન દ્વારા ભટકતી માનસિક અસ્થિર મહીલાને પાલનપુર નારી ગૃહ સંરક્ષણ કેન્દ્રમાં મૂકાઇ

- Advertisement -
Share

ડીસા-પાટણ ચાર રસ્તા નજીક હનુમાનજીના મંદિર પાસે માનસિક અસ્થિર મહીલા મળી આવી હતી

આ અંગે હીન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઇ સોનીએ જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે સેવાભાવી ભાવેશભાઇનો ફોન આવ્યો કે, એક મહીલા છે જે એકલા છે અને વરસાદના કારણે હેરાન થાય છે.

અમે ત્યાં રૂબરૂ જઇને પૂછ્યું તો માનસિક લાગ્યા હતા અને સાધ્વી જેવા કપડાં પહેરેલા હતા. એમનું નામ આશાબેન કહ્યું અને પોતે વારાહીના છે અને બહેન કહે કે, મને વારાહીની બસમાં મોકલી દો.

જોકે, રાત્રિનો સમય હોવાથી એમને ડીસાની જ્યોતિ સામાજીક સેવા સંસ્થામાં મૂક્યા હતા. ત્યાં જમવા અને રહેવાની વ્યવસ્થા કરી હતી.
સવારે એમને પૂછતાં કોઇ વ્યવસ્થિત જવાબ ન મળતાં અમે મહીલા આયોગના ડૉ. રાજુલબેન દેસાઇને જણાવ્યું હતું. એમનું કહેવું હતું કે, હાલ પૂરતું એમને પાલનપુર નારી ગૃહ સંરક્ષણ કેન્દ્રમાં મૂકાવી દો. જ્યાંથી એમને માનસિક અસ્થિર મહીલા આશ્રમ બાયડમાં મૂકાવીશું.

અમે 181 મહીલા હેલ્પલાઇનમાં કોલ કરીને ગાડી બોલાવીને ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં જાણ કરીને હાલ પાલનપુર નારી ગૃહ સંરક્ષણ કેન્દ્રમાં મૂકયા છે. જ્યાંથી માનસિક મહીલા આશ્રમમાં મૂકાશે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!