ડીસાના આગડોલમાં શાળામાં ઠપકો આપવા મામલે દંપતી પર જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

ડીસા તાલુકા પોલીસ મથકે શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો વધુ તપાસ હાથ ધરી

 

ડીસા તાલુકાના આગડોલ ગામમાં શાળામાં અભ્યાસ કરતાં બાળકને શિક્ષક જોડે કેમ ઠપકો અપાવો છો તેમ કહી વહેમ રાખી શખ્સે દંપતી પર જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે શખ્સ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના આગડોલ ગામમાં રહેતાં વિમળાબેન ધારજી ઠાકોર અને તેમના પતિ ધારજીજી પોતાના ખેતર ઉપર હતા.
અને ગત તા. 28/07/2022 ના રોજ તેમના પતિ ધારજીજી તેમના બાળકોને શાળાએ મૂકવા જતા હતા. તે દરમિયાન રસ્તામાં ગામના જ ચેહરાજી ભીખાજી ઠાકોર ગાડી લઇ સામે મળ્યા હતા.
અને ગાડી ઉભી રાખી ધારજીજીને કહેવા લાગેલ કે, શિક્ષકને કહી મારા છોકરાને કેમ ઠપકો અપાવો છો તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા.
જોકે, તે દરમિયાન ધારજીજીના પત્ની વિમળાબેન તેમને સમજાવી ઘરે લઇ જવા લાગ્યા હતા. જોકે, તેમ છતાં ચેહરાજી વધુ અપશબ્દો બોલવા લાગ્યા હતા.
અને અપશબ્દો બોલવાની ના પાડતા ગાડીમાંથી ધોકો લઇ આવેલો અને ધારજીજીને મારવા લાગ્યો હતો. જોકે, તે વખતે તેમના પત્ની વચ્ચે પડતાં તેમને પણ ધોકા વડે માર માર્યો હતો.
આ બનાવના પગલે વિમળાબેન બૂમો પાડતાં આજુબાજુના લોકો દોડી આવી તેમને મારમાંથી છોડાવ્યા હતા. જયારે જતાં જતાં ચેહરાજીએ કહેલ કે, આજે તો તું બચી ગયો લાગ આવશે ત્યારે જાનથી મારી
નાખીશ તેવી ધમકી આપી ફરાર થઇ ગયો હતો. આ અંગે વિમળાબેને ડીસા તાલુકા પોલીસ મથકે શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!