ડીસાના આસેડા નજીક વળાંકમાં કાર પલ્ટી ખાઇ જતાં મહીલા સહીત 4 લોકોને ગંભીર ઇજાઓ

- Advertisement -
Share

સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત 4 લોકોને તાત્કાલીક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા

 

ડીસા-પાટણ હાઇવે પર આવેલ ડીસાના આસેડા ગામ નજીક વળાંકમાં કાર પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં બેઠેલા 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આ ઘટનાને પગલે સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલીક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા-પાટણ હાઇવે પર આવેલ ડીસા તાલુકાના આસેડા ગામ નજીક શનિવારે એક કારનો અકસ્માત સર્જાયો હતો.

પાટણ તરફથી પૂરપાટઝડપે આવી રહેલી કાર ચાલકે ડીસાના આસેડા ગામ નજીક આવેલ વળાંકમાં સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પલ્ટી ખાઇ ગઇ હતી.
અને કાર એટલી પૂરઝડપે આવતી હતી કે, 5 ગઠુબડા ખાઇને સાઇડમાં આવેલ ઝાડીમાં ફંગોળાઇ ગઇ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક મહીલા સહીત કુલ 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આ બનાવને પગલે આજુબાજુના ગ્રામજનો અને ત્યાંથી પસાર થતાં વાહનચાલકોએ તાત્કાલીક રાહત કામગીરી શરૂ કરી ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢ્યા હતા અને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!