લઠ્ઠાકાર્ડની ઘટના વચ્ચે કાંકરેજના ચેખલાના સરપંચે ગામમાં દારૂ બંધ કરાવવા પોલીસને રજૂઆત કરી

- Advertisement -
Share

દારૂ વેચનારા સામે કડક કાર્યવાહીની માંગ

બનાસકાંઠા જીલ્લામાં કાંકરેજના ચેખલા ગામના સરપંચે લઠ્ઠાકાર્ડની ઘટના વચ્ચે ગામમાં દારૂ બંધ કરવા માટે અને ગામમાં દારૂ દૂષણને અટકાવવા ગુરુવારે શિહોરી પોલીસને દારૂ વેચનારા સામે કડક કાર્યવાહી કરવા લેખિતમાં રજૂઆત કરી છે.

લઠ્ઠાકાર્ડની ઘટના વચ્ચે બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ચેખલા ગામના સરપંચે પોલીસને લેખિત રજૂઆત કરી છે.

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ચેખલા ગામમાં સરપંચ પદે ફરજ બજાવતા ગજરાબેન વંદનજી દુધેચા ગુરુવારે શિહોરી પોલીસ સ્ટેશનમાં દારૂનું દૂષણ બંધ કરવા માટે લેખિત રજૂઆત કરી છે.

 

આ અંગે ચેખલા ગામના સરપંચ ગજરાબેન વંદનજી દુધેચાએ જણાવ્યું હતું કે, ‘ચેખલા ગામમાં દેશી-વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે.

 

આ દારૂના દૂષણથી અકસ્માત, ઘરની બરબાદી, ખોટા વિખવાદો, રૂપિયાની બરબાદી, યુવાધનની બરબાદી અને લોકોની આર્થિક રીતે પાયમાલી થતી હોય
જેથી દારૂબંધી કરી અને દારૂનું ધૂમ વેચાણ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે અને સાંજના સમયે ગામમાં વિઝીટ કરવા માટે ચેખલા ગામના સરપંચે શિહોરી પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરી છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!