સ્થાનિક લોકોએ નગરપાલિકાના ફાયર-ફાઇટર ટીમને જાણ કરી
પાલનપુરના અમી રોડ પર બુધવારે અચાનક ડીપીમાં શોર્ટ-સર્કીટના કારણે આગ ભભૂકી ઉઠતાં ઘટનાસ્થળે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.પાલનપુર શહેરના ભરચક વિસ્તારમાં ડીપી સળગી
ઉઠતાં લોકોમાં ભય ફેલાયો હતો અને તાત્કાલીક સ્થાનિક લોકોએ નગરપાલિકાના ફાયર-ફાઇટરને જાણ કરતાં ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી આગ પર સતત પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા 4 દિવસથી પડેલા અવિરત વરસાદના કારણે અનેક જગ્યાએ નુકશાન થયું છે.
ત્યારે આ વરસાદના કારણે વીજ કનેક્શનમાં પણ શોર્ટ-સર્કીટના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે બુધવારે પાલનપુરના અમીર રોડ પર ભરચક વિસ્તારમાં એક ડીપીમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી.
જયારે સ્થાનિક લોકોએ તાત્કાલીક યુ.જી.વી.સી.એલ. ટીમને જાણ કરતાં યુ.જી.વી.સી.એલ. ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલીક વીજ પુરવઠો બંધ કર્યો હતો.
જયારે તાત્કાલીક પાલનપુર નગરપાલિકાના ફાયર-ફાઇટર વિભાગને જાણ કરતાં ફાયર-ફાઇટરની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી સતત પાણીનો મારો ચલાવી ડીપીમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. જયારે ડીપીમાં અચાનક આગ લાગતાં અમીર રોડ વિસ્તારમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી.
From-Banaskantha update